200 કરોડના બજેટમાં બનશે Heeramandi, સંજય લીલા ભણસાલી લેશે આટલા કરોડ ફી
બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી માટે 'હીરામંડી' પ્રોજેક્ટ ખૂબ જ ખાસ છે.
મુંબઇઃ બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી માટે 'હીરામંડી' પ્રોજેક્ટ ખૂબ જ ખાસ છે. ગયા વર્ષે જ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે આ ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આ પ્રોજેક્ટનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સ આ પ્રોજેક્ટ માટે 200 કરોડ ખર્ચવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો સંજય લીલા ભણસાલી એકલા 65 કરોડ રૂપિયા વસૂલશે. આ ફિલ્મનું નિર્દેશન તે સંભાળશે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર નેટફ્લિક્સે 'હીરામંડી' પ્રોજેક્ટમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર, સંજય લીલા ભણસાલીને લગભગ રૂ. 60-65 કરોડ ફી આપવામાં આવશે. બાકીના રૂપિયા અન્ય કલાકારો અને નિર્માણ ખર્ચ પાછળ ખર્ચવામાં આવશે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર બનવા જઈ રહી છે. આ ફિલ્મ માટે બાકીના કલાકારો કેટલી ફી લે છે તે જોવું રસપ્રદ રહેશે.
એક અહેવાલ અનુસાર, સંજય લીલા ભણસાલીના આ પ્રોજેક્ટ માટે સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, હુમા કુરેશી અને રિચા ચઢ્ઢાએ તેમની ફીમાં ઘટાડો કર્યો છે અને તે ડિરેક્ટર સાથે કામ કરવામાં રસ દાખવી રહી છે. એવી અફવા છે કે માધુરી દીક્ષિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. અગાઉ એવા અહેવાલ હતા કે આ પ્રોજેક્ટ માટે મુમતાઝનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે, તેણીએ ઓફર ઠુકરાવી દીધી હતી.
અગાઉ એવા અહેવાલ હતા કે આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની હિરામંડીમાં મફતમાં કામ કરવા માટે સંમત થઈ છે, પરંતુ નિર્દેશક પાસે અત્યારે આ ફિલ્મમાં અભિનેત્રી માટે કોઈ ભૂમિકા નથી. 'હીરામંડી' વિશે વાત કરતાં સંજય લીલા ભણસાલીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હીરામંડી ફિલ્મ નિર્માતા તરીકેની મારી સફરમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. હું આ ફિલ્મ લાહોર પર આધારિત બનાવીશ. હું થોડો નર્વસ છું પણ ઉત્સાહિત પણ છું. હું Netflix સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છું