Rohit Shetty Injured : 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'ના શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટી થયો ઘાયલ, થઈ સર્જરી
રોહિત શેટ્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય પોલીસ ફોર્સની વેબ સીરિઝના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ગઈકાલે રાત્રે રોહિત શેટ્ટીની આંગળીઓમાં ઈજા થઈ હતી.
Rohit Shetty Gets Injured : નિર્દેશક રોહિત શેટ્ટી તેની આગામી વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની આંગળીઓમાં ઈજા થઈ છે. રોહિત શેટ્ટીને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની નાની સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રોહિત શેટ્ટી એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન થયો ઘાયલ
રોહિત શેટ્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય પોલીસ ફોર્સની વેબ સીરિઝના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ગઈકાલે રાત્રે રોહિત શેટ્ટીની આંગળીઓમાં ઈજા થઈ હતી. ઈજાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ તરત જ રોહિત શેટ્ટીએ ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રામોજી રાવ સ્ટુડિયોમાં ઈન્ડિયન પોલીસ ફોર્સની વેબ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આંગળીમાં ઈજાના કારણે ડોક્ટરોએ સર્જરી કરવી પડી હતી. જાહેર છે કે ' ઈન્ડિયન પોલીસ ફોર્સ' રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ શ્રેણીમાંની એક છે.
સિરીઝના સેટ પર સિદ્ધાર્થ અને શિલ્પા પણ થઈ ચુક્યા છે ઈજાગ્રસ્ત
રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. રોહિત શેટ્ટી પહેલા ગયા વર્ષે મે મહિનામાં સિદ્ધાર્થ મલ્હોત્રા ગોવામાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. જ્યારે તે અગાઉ ઓગસ્ટમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન શિલ્પા શેટ્ટીના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ સિરીઝમાં સિદ્ધાર્થ અને શિલ્પા સિવાય વિવેક ઓબેરોય પણ જોવા મળશે. આ સિરીઝ આ વર્ષે રિલીઝ થશે.
રોહિત શેટ્ટીની ફિલ્મો
ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટીની કોમેડી-ડ્રામા ફિલ્મ સર્કસ થોડા દિવસો પહેલા રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી શકી નથી. આ ફિલ્મમાં રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડિસ અને પૂજા હેગડે લીડ રોલમાં છે. હવે રોહિત શેટ્ટીએ ફરી એકવાર 'સિંઘમ'ની સિક્વલ માટે અજય દેવગન સાથે હાથ મિલાવ્યા છે. ફિલ્મનું ટાઇટલ 'સિંઘમ અગેન' છે, જે આ વર્ષે ફ્લોર પર જશે. આ ફિલ્મના છેલ્લા બે ભાગ 'સિંઘમ' અને 'સિંઘમ રિટર્ન્સ' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયા હતા.