શોધખોળ કરો
Advertisement
ફિલ્મોમાં કાસ્ટિંગની અફવાઓ ફેલાવનારાઓ પર સલમાન ભડક્યો, બોલ્યો- મારા નામના કોઇએ મેસેજ કર્યા તો.......
સલમાન ખાને ટ્વીટર પર લખ્યું- ના હુ કે ના સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં કોઇ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યાં છીએ. અમે આગામી ફિલ્મ માટે કોઇપણ કાસ્ટિંગ એજન્ટને નથી રાખ્યો. જો આ અંગે કોઇપણ મેસેજ કે ઇમેલ મળે છે તો વિશ્વાસ ના કરતાં
નવી દિલ્હીઃ તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યો છે, રિપોર્ટ એટલે સુધી હતા કે તેમને એક એજન્ટને પણ રાખ્યો છે. હવે ખુદ સલમાન ખાને આ રિપોર્ટને ફગાવ્યા છે, અને આને અફવા ગણાવી છે. સલમાન ખાને કહ્યું કે આવી અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું
થોડાક દિવસો પહેલા સલમાનના પ્રૉડક્શન એસકે ફિલ્મ્સ તરફથી એક નૉટિસ આપી હતી. જેમાં સલમાને અફવાઓ પર લગામ લગાવી દીધી. હવે સલમાને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ અફવાઓને લઇને ટ્વીટ પણ કર્યુ છે.
સલમાન ખાને ટ્વીટર પર લખ્યું- ના હુ કે ના સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં કોઇ ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યાં છીએ. અમે આગામી ફિલ્મ માટે કોઇપણ કાસ્ટિંગ એજન્ટને નથી રાખ્યો. જો આ અંગે કોઇપણ મેસેજ કે ઇમેલ મળે છે તો વિશ્વાસ ના કરતાં. જો કોઇ ખોટી રીતે મારુ નામ સલમાન ખાન ફિલ્મ્સનુ નામનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેમની વિરુદ્ધ કાયદેસરની એક્શન લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement