KIFF 2023: 29માં કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી સલમાન ખાને કરી મમતા બેનર્જી સાથે મુલાકાત
બોલિવૂડ એક્ટર સલમાન ખાન તાજેતરમાં કોલકાતામાં 29માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યો હતો. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Kolkata International Film Festival: બોલિવૂડ એક્ટર સલમાન ખાન તાજેતરમાં કોલકાતામાં 29માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યો હતો. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ જ ફેસ્ટિવલમાં સલમાન સીએમ મમતા બેનર્જીને પણ મળ્યો હતો. હવે અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ મુલાકાતની તસવીર શેર કરી છે.
#SalmanKhan dances with Bengal CM Mamata Banerjee and Mahesh Bhatt at Kolkata International Film Festival pic.twitter.com/fN2PKE22wM
— Surajit (@surajit_ghosh2) December 5, 2023
સલમાન ખાન કોલકાતામાં મમતા બેનર્જીને મળ્યો હતો
સલમાન ખાને મમતા બેનર્જી સાથેની આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શેર કરી છે. જેમાં તે મમતા બેનર્જી સાથે બેસીને ફંક્શન એન્જોય કરતો જોવા મળ્યો હતો. તસવીરમાં સલમાન ખાન બ્લેક સૂટમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે.
'ટાઈગર 3'માં સલમાન ખાન જોવા મળ્યો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઈગર 3'માં સલમાન ખાન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઈમરાન વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. કેટરીના કૈફ અને સલમાનની જોડીએ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા.
સલમાન ખાન અનિલ કપૂર, મહેશ ભટ્ટ, શત્રુઘ્ન સિંહા, સોનાક્ષી સિંહા, સૌરવ ગાંગુલીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. સત્તાવાર ઉદ્ઘાટન દરમિયાન, 'ટાઈગર 3' સ્ટાર અને અન્ય કલાકારોને મમતા બેનર્જી દ્વારા સ્ટેજ પર લાવવામાં આવ્યા હતા. સલમાને અન્ય લોકો સાથે સ્ટેજ પર દીપ પ્રગટાવીને ઉજવણીની શરૂઆત કરી હતી. સ્ટેજ પરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો સલમાન ખાન
ઓલ-બ્લેક લુકમાં સલમાન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. તમામ હસ્તીઓને સ્ટેજ પર ટ્રોફી તરીકે સ્મૃતિ ચિહ્ન પણ આપવામાં આવ્યું હતું. બંગાળી અભિનેતા દેવ અધિકારી દ્વારા સલમાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી આ વર્ષની સિગ્નેચર ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. કોલકાતા ફિલ્મ ફેસ્ટીવલમાં અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી.