ઐશ્વર્યા રાયના લગ્ન બાદ સલામાન ખાને શું આપી હતી પ્રતિક્રિયા, જાણો શું હતા તેના શબ્દો
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન બાદ સલમાન ખાને અલગ અંદાજમાં જ રિએકશન આપીને સૌનું દિલ જીતી લીધી હતું.
બોલિવૂડ:જ્યારે અભિનેતા સલમાન ખાનને ઐશ્વર્યાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે એવું રિએકશન આપ્યું હતું કે, જેના કારણે તેમના ફેન્શ ખુશ ખુશાલ થઇ ગયા હતા. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન બાદ સલમાન ખાને અલગ અંદાજમાં જ રિએકશન આપીને સૌનું દિલ જીતી લીધી હતું.સલમાન ખાનના ફેન્સ એક્ટરના આવા રિએકશનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સોશિયલ મીડિયા પર તેમને ફેન્સે સલમાન ખાનના આવા વલણની ખૂબ જ પ્રશંસા કરી હતી.
બોલિવૂડમાં એવી અનેક જોડી છે. જે લવ અફેરના કારણે ખૂબ ચર્ચામાં રહ્યાં પરંતુ તેમની પ્રેમ કહાણી અધુરી જ રહી. કંઇક આવી જ કહાણી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની છે. જેમની રિલેશનશિપની ચર્ચા તો બહુ થઇ પરંતુ આખરે બ્રેકઅપ થઇ ગયું અને ઐશ્વર્યા રાયે, અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.
ઐશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન બાદ હરકોઇ સલમાન ખાનનું રિએકશન જાણવા ઉત્સુક હતા. એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનને ઐશ્વર્યા રાયને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, "હું એ વાતથી ખુશ છું કે, તેમણે અભિષેક જેવા સારા માણસ સાથે લગ્ન કર્યાં. હું ઐશ્વર્યાની સારી જિંદગી માટે પ્રાર્થન કરૂં છું" સલમાનની આ વાતે સૌ કોઈનું દિલ જીતી લીધું હતું
ઐશ્વર્યા રાયે 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં હતા. લગ્નની તમામ વિધિ અમિતાભ બચ્ચનના બીજા બંગલો પ્રતીક્ષામાં કરવામાં આવી હતી. આ લગ્ન બોલિવૂડના મોંઘા લગ્નમાંના એક હતા. જેમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ સાથે ઔદ્યોગિક અને રાજકારણ ક્ષેત્રની તમામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
સલમાન ખાન હાલ તેની ફિલ્મ ટાઇગર-3ની શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં તેમની સાથે કેટરીના કેફ છે. આ ફિલ્મનું શૂટિંગ દુનિયાના પાંચ દેશોમાં કરવામાં આવશે. આ ફિલ્મ કલ્કિ કૃષ્ણામૂર્તિના કાલ્પનિક ઉપન્યાસ પોન્નિયિન સેલ્વન આધારિત છે.