શોધખોળ કરો
ખેડૂત આંદોલનની વચ્ચે સલમાન ખાને એવુ તે શું શેર કર્યુ કે ઇન્ટરનેટ પર થઇ ગયુ ધડાધડ વાયરલ, જાણો વિગતે
સલમાને આ તસવીર શેર કરતા ભારત માતાને યાદ કર્યા હતા, કેપ્શનમાં પણ મધર અર્થ લખ્યું છે. તસવીરમાં સલમાનનો અંદાજ અને ફિટનેસ લોકોના દિલ જીતી લે તેવી છે

મુંબઇઃ દેશમાં હાલ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. સુપરસ્ટાર સલમાન ખાને સોશ્યલ મીડિયા પર પોતાની એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તે ખેતી કરતો દેખાઇ રહ્યો છે.
આ તસવીરમાં સલમાન ખાનના હાથમાં પાવડો છે, અને ખેતરમાં ખેતી કરતો દેખાઇ રહ્યો છે. આ તસવીરને શેર કરતાં સલમાન ખાને જબરદસ્ત કેપ્શન પણ આપ્યુ છે. યૂઝર્સ સલમાન ખાનની આ તસવીરને ખેડૂત આંદોલન સાથે જોડીને જોઇ રહ્યાં છે, જેથી આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે.
સલમાને આ તસવીર શેર કરતા ભારત માતાને યાદ કર્યા હતા, કેપ્શનમાં પણ મધર અર્થ લખ્યું છે. તસવીરમાં સલમાનનો અંદાજ અને ફિટનેસ લોકોના દિલ જીતી લે તેવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન પોતાની અપકમિંગ ફિલ્મ રાધેમાં દેખાશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે, શૂટિંગ પણ પુરી થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં શીખ કૉપ બનેલા સલમાન ખાનના રૉલને લઇને ખુબ બઝ બનેલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
