Naga-Samantha Divorce: આ સુપરસ્ટારે હોટ એક્ટ્રેસ પત્નિને ડિવોર્સ આપવા માટે કરી 200 કરોડની ઓફર, પત્નિએ કેમ ઠુકરાવી ઓફર ?
સાઉથના ફેમસ એક્ટર નાગા ચૈતન્યે સમંથા અક્કિનેનીને ડિવોર્સ આપના નિર્ણય બાદ તેમને સેટલમેન્ટમાં 200 કરોડ રૂપિયા સેટલમેન્ટ તરીકે આપવાની ઓફર કરી છે પરંતુ પત્નીએ આ કારણે આ ઓફરને ઠુકરાવી છે. .
![Naga-Samantha Divorce: આ સુપરસ્ટારે હોટ એક્ટ્રેસ પત્નિને ડિવોર્સ આપવા માટે કરી 200 કરોડની ઓફર, પત્નિએ કેમ ઠુકરાવી ઓફર ? Samantha ruth rejected prabhu rs 200 crore as alimony ofer, to know this result Naga-Samantha Divorce: આ સુપરસ્ટારે હોટ એક્ટ્રેસ પત્નિને ડિવોર્સ આપવા માટે કરી 200 કરોડની ઓફર, પત્નિએ કેમ ઠુકરાવી ઓફર ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/32c3807392fa96c703933e3f13b6b1da_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Naga-Samantha Divorce: સાઉથના ફેમસ એક્ટર નાગા ચૈતન્ય અને તેમની પત્ની સામંથા અક્કિનેનીએ લગ્નના 4 વર્ષ બાદ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. બંનેએ સોશિયલ મીડિયા દ્રારા ફેન્સને આ જાણકારી આપી હતી. થોડા દિવસ નાગા ચૈતન્યએ એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, બંને ડિવોર્સ લઇ રહ્યાં છે પરંતુ દોસ્તીનો સંબંધ હંમેશા રહેશે. ડિવોર્સ માટે નાગા ચેતન્યએ એલીમની માટે 200 કરોડ રૂપિયાની તગડી રકમ ઓફર કરી હતી જો કે એક્ટ્રેસે આ ઓફરને ઠુકરાવી દીધી છે.
આ કારણે ઠુકરાવી ઓફર
બોલિવૂડ લાઇફના રિપોર્ટ મુજબ અક્કિનેની પરિવારે સેટલમેન્ટ માટે લગભગ 200 કરોડ રૂપિયા સામંથા રૂથ પ્રભુને આપવાની ઓફર કરી હતી. જો કે સમંથાએ આ ઓફરનો જવાબ આપતા જણાવ્યું હતું કે, તે એક આત્મનિર્ભર મહિલા છે અને તેમને પૈસાની કોઇ જરૂર નથી. રિપોર્ટ મુજબ સમંથા આ સંબંધથી ખુશ નથી અને બહુ જલ્દી આ સંબંધથી મુક્તિ ઇચ્છે છે. સમંથાએ વેબસીરિઝ ‘ ધ ફેમલિ મેન-2 રાજીની ભૂમિકા અદા કરી હતી.
ફેન્સને આ રીતે આપી હતી જાણકારી
નાગા ચૈતન્ય અને સમંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “તેઓ પતિ-પત્નીના આ સંબંધને હવે વધુ આગળ લઇ જવા નથી માંગતા. બંનેની દોસ્તી કાયમ રહેશે” બંનેની પોસ્ટ પરથી એવું લાગે છે કે બંને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે રાજી છે.
View this post on Instagram
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)