(Source: ECI/ABP News/ABP Majha)
Cruise Party: અભિનેતાના પુત્રએ કહ્યું, મને VIP ગેસ્ટ તરીકે બોલાવાયો હતો, NCBને ગેસ્ટના રૂમમાંથી મળ્યા પેપર રોલ
Cruise Party Update: NCB ના સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેતાના પુત્ર પાસેથી તે ક્રૂઝ પર આવવા માટે કોઈ ફી લેવામાં આવી નથી.
Cruise Party: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગત રાત્રે મુંબઈથી ગોવા માટે ક્રુઝ શિપ પર જઈ રહેલી ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એનસીબીએ દસ લોકોની અટકાયત કરી છે. તેમાં એક મોટા અભિનેતાના પુત્રનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાના પુત્રની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે તેને ત્યાં વીઆઇપી મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો.
અભિનેતાના પુત્રએ શું કહ્યું
NCB ના સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેતાના પુત્ર પાસેથી તે ક્રૂઝ પર આવવા માટે કોઈ ફી લેવામાં આવી નથી. અભિનેતાના પુત્રએ જણાવ્યું છે કે બાકીનાને ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને બોલાવવામાં આવ્યા હતા.
પાર્ટીમાં હાજર તમામને અપાયા હતા પેપર રોલ
આ સાથે જ આ મામલે વધુ એક મોટી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં હાજર રહેલા તમામ લોકોને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, એનસીબીને મોટાભાગના ગેસ્ટ રૂમમાંથી કાગળની ગડી મળી. પેપર રોલને સંયુક્ત પેપર પણ કહેવામાં આવે છે.
ડ્રગ્સ મળ્યા બાક ક્રૂઝને મુંબઈ તરફ વાળવામાં આવ્યું
આ ક્રૂઝ મુંબઈથી નીકળીને દરિયામાં પહોંચતાની સાથે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ. ક્રુઝ પર NCB ની ટીમ પહેલાથી જ હાજર હતી. આ પછી દરોડા શરૂ થયા અને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા બાદ ક્રૂઝને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું.
#WATCH | Narcotics Control Bureau (NCB) yesterday
— ANI (@ANI) October 2, 2021
detained at least 10 persons during a raid conducted at a party being held on a cruise in Mumbai
(Earlier visuals from outside NCB office) pic.twitter.com/c0OctLI1jk
એનસીબીએ હજુ સુધી સત્તાવાર રીતે લોકોના નામ જાહેર કર્યા નથી. ક્રૂઝમાં પકડાયેલા લોકોને મુંબઈ પરત લાવવામાં આવ્યા છે. હવે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ક્રુઝ પર આ દરોડો NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે કર્યો હતો.