Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Salman Khan Ex Girlfriend: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ હાલમાં જ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. સંગીતાએ કહ્યું કે, તે તેને ટૂંકા કપડા પહેરવા દેતો ન હતો.
Salman Khan Ex Girlfriend: સલમાન ખાનના અંગત જીવન વિશે બધા જાણે છે. તેની લવ લાઈફ કોઈનાથી છુપી નથી. સલમાન ખાને અભિનેત્રી સંગીતા બિજલાનીને ડેટ કરી હતી. બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ તે એક મહિના પહેલા સગાઈ તોડી નાખવામાં આવી. સલમાન અને સંગીતાનો રોમાંસ બોલિવૂડની ફેમસ લવ સ્ટોરીમાંથી એક છે. જો કે, કંઈક એવું છે જે સંગીતા કંઈક બદલવા માંગતી હતી. સંગીતાએ હાલમાં જ સલમાન વિશે એક ખુલાસો કર્યો છે. તે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 15માં આવી હતી. જ્યાં તેણે સલમાન વિશે ખુલાસો કર્યો કે તે તેને ટૂંકા કપડા પહેરવા દેતો ન હતો.
જ્યારે ઈન્ડિયન આઈડલ 15ની એક સ્પર્ધકે તેને પૂછ્યું કે તેની કારકિર્દીમાં તે કઈ વસ્તુ બદલવા માંગે છે. આના જવાબમાં સંગીતાએ કહ્યું-જે હતોને મારો એક્સ, તેનાથીં હું બહુ પરેશાન થઈ ગઈ હતી.
સલમાન ટૂંકા કપડા પહેરવા દેતો ન હતો
સંગીતાએ આગળ કહ્યું- આ ન પહેરો, આવા ટૂંકા કપડા ન પહેરવા જોઈએ. તે એટલું લાંબુ હોવું જોઈએ, હવે હું જે પ્રકારનો ડ્રેસ આજે પહેરીને આવી છું તે પહેલા પહેરી શકતી નહોતી. શરૂઆતમાં મેં કર્યું પણ પછી મને તે કરવા દેવામાં આવ્યું નહીં. તે સમયે હું બહુ શરમાળ હતોી હવે હું એવી નથી, હવે હું સંપૂર્ણ ગુંડી છું. હું કોઈથી ડરતી નથી. હું તે સમયે રિજર્વ હતી.
આ સમયગાળા દરમિયાન સંગીતાએ એક વખત પણ સલમાન ખાનનું નામ લીધું ન હતું, પરંતુ તેણે રિએક્ટ કરતા જ ચાહકો સમજી ગયા કે તે સલમાન વિશે વાત કરી રહી છે. જ્યારે સંગીતા સલમાન વિશે વાત કરી રહી હતી ત્યારે ગાયક વિશાલ દદલાની તેની નકલ કરી રહ્યો હતો. જોકે અભિનેત્રીએ સલમાનનું નામ નથી લીધું.
સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ સંગીતા બિજલાનીએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. આ કપલે 1996માં લગ્ન કર્યા હતા અને હવે 2019માં અલગ થઈ ગયા. તેઓના બે દાયકાના લગ્નજીવનનો અંત આવ્યો. સંગીતા આટલા વર્ષોથી સલમાનના સંપર્કમાં છે. તે સલમાનની પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે.
આ પણ વાંચો...