Sanjay Leela Bhansali in Bollywood: સંજય લીલા ભણસાલીએ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા
સંજય લીલા ભણસાલીએ 9 ઓગસ્ટના રોજ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સે સંજય લીલા ભણસાલીને શુભેચ્છાઓ પાઠવી છે.
મુંબઈ: સંજય લીલા ભણસાલીએ 9 ઓગસ્ટના રોજ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સે સંજય લીલા ભણસાલીને શુભેચ્છાઓ પાઠવી છે. 'હમ દિલ દે ચુકે સનમ', 'ગોલિયોં કી રાસલીલા રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'સાંવરિયા', 'પદ્માવત' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો તેમણે બનાવી છે.
બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલી સાથે 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત', 'રામલીલા'માં કામ કર્યું હતું. આ ત્રણેય ફિલ્મ સુપરહિટ રહી હતી. સંજયની સાથે પહેલીવાર કામ કરવાનો અનુભવ શૅર કરીને દીપિકાએ કહ્યું હતું, '9 નવેમ્બર, 2007 મારી ડેબ્યૂ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' તથા સજંય લીલા ભણસાલીની 'સાંવરિયા' સાથે રિલીઝ થઈ હતી. હું આભારી છું અને હંમેશાં રહીશ.
'હમ દિલ દે ચુકે સનમ'માં સંજય લીલા ભણસાલી સાથે કામ કરનાર અજયે કહ્યું હતું, 'સંજય લીલા ભણસાલીના 25 વર્ષ પૂરા. સિલ્વર જ્યુબલી માટે શુભેચ્છા.
'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' તથા 'રામલીલા' જેવી ફિલ્મમાં કામ કરનારો રણવીર સિંહ આગામી ફિલ્મ 'બૈજુ બાવરા'માં જોવા મળશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે.