શોધખોળ કરો
Advertisement
સપના ચૌધરીએ 'ઇંગ્લિશ મીડિયમ' ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, તમે જોયો?
તાજેતરમાંજ સપનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સપના સુપરહિટ હરિયાણવી ગીત ઇંગ્લિશ મીડિયમ પર ધાંસૂ ડાન્સ કરતી દેખાઇ રહી છે. સપના ગીતમાં લાલ સૂટ સલવાર પહેરીને એકદમ સુંદર લાગી રહી છે
નવી દિલ્હીઃ હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આમાં સપના ચૌધરી ઇંગ્લિશ મીડિયમ પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. ડાન્સર સપના ચૌધરી સ્ટેજ પરફોર્મન્સ આપવા માટે જાણીતી છે, અને હજારોની સંખ્યામાં તેના ચાહકો તેને જોવા પણ આવે છે. સપનાના ડાન્સ વીડિયો હંમેશા યુટ્યૂબ પર છવાયેલા રહે છે.
તાજેતરમાંજ સપનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સપના સુપરહિટ હરિયાણવી ગીત ઇંગ્લિશ મીડિયમ પર ધાંસૂ ડાન્સ કરતી દેખાઇ રહી છે. સપના ગીતમાં લાલ સૂટ સલવાર પહેરીને એકદમ સુંદર લાગી રહી છે. તેના ડાન્સ વીડિયોને યુટ્યૂબ પર 30 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે, અને કૉમેન્ટ કરીને લોકો જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
તાજેતરમાં જ સપના ચૌધરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. સપના આ તસવીર દ્વારા ખેડૂતોની સ્થિતિને બતાવાની કોશિશ કરી રહી હતી.
તસવીર શેર કરતા સપનાએ લખ્યું હતુ,- ખેતરમાં દિવસ નીકળી છે, ખેતરમાં જ અંધારુ પડી જાય છે. ચિંતામાં પસાર થાય છે રાત, આરામથી ક્યાં સુએ છે, બધાનુ પેટ ભરે છે, છતાં ભૂખ્યો ઉંઘે છે, દિલ બહુજ દુઃખે છે, જ્યારે ખેડૂત સાથે અન્યાય થાય છે, હુ ખેડૂતની દીકરી છુ, ખેડૂતોની સાથે છુ, સરકારને પણ વિનંતી કરુ છુ કે ખેડૂતોનુ સાંભળે.
થોડાક દિવસો પહેલા સપના ચૌધરીએ પોતાનુ નવુ ગીત 'સુલ્ફે કા અંતા' રિલીઝ કર્યુ હતુ. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સોન્ગનો વીડિયો શેર કરતા લખ્યું હતુ- જાઓ જલ્દી જલ્દી ગીત જુઓ, અને કૉમેન્ટ કરીને બતાવો કે કેવુ લાગ્યુ. સપનાના ફેન્સ કૉમેન્ટ કરીને ગીતને જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં હતા. આ ગીતને સોનોટેકની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement