Pathaan Shah Rukh Khan Look: બોલિવૂડમાં 30 વર્ષ પૂરા થવા પર શાહરૂખ ખાને શેર કર્યો 'Pathaan'નો દમદાર ફર્સ્ટ લૂક
હિન્દી સિનેમાના બાદશાહ શાહરૂખ ખાને આજે આ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે
હિન્દી સિનેમાના બાદશાહ શાહરૂખ ખાને આજે આ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દિવસે 1992માં કિંગ ખાનની ફિલ્મ ‘દિવાના’ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. આ ખાસ દિવસે શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ 'પઠાણ' ('Pathaan')નું મોશન પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં શાહરૂખ ખાનનો લૂક ખૂબ જ દમદાર લાગી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.
30 yrs and not counting cos ur love & smiles have been infinite. Here’s to continuing with #Pathaan.
— Shah Rukh Khan (@iamsrk) June 25, 2022
Celebrate #Pathaan with #YRF50 on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/tmLIfQfwUh
શાહરૂખ ખાનનો લુક
શાહરૂખ ખાન 'પઠાણ'માં ભારતીય એજન્ટનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાંથી તેનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. શાહરૂખનને આ પહેલા ભાગ્યે જ કોઈએ આવા લુકમાં જોયો હશે. કિંગ ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે.
See you next year on 25th Jan, 2023. Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MUN3XFq5u3
— Shah Rukh Khan (@iamsrk) June 25, 2022
પોતાનો લુક શેર કરતા શાહરૂખ ખાને લખ્યું, '30 વર્ષ થઈ ગયા અને હજુ પણ વધુ આગળ જઇશું. કારણ કે તમારું સ્મિત અને પ્રેમ અનંત છે. ચાલો તેને ‘પઠાણ’ સાથે આગળ લઈ જઈએ. પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે.
શાહરૂખ ખાનના લુક જાહેર થતાની સાથે ટ્વિટર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ છે. કેટલાક યુઝરે શાહરૂખ ખાનના લૂકની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું-આ પઠાણ માત્ર હાડકાં જ નહીં પણ રેકોર્ડ પણ તોડી નાખશે. બ્લોકબસ્ટર દેખાવ.
Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત
SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે