Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત
કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ જુગ જુગ જિયો(Jug Jugg Jeeyo) સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે.
Kiara Advani: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી(Kiara Advani) હાલમાં હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. આ દિવસોમાં કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ જુગ જુગ જિયો(Jug Jugg Jeeyo) સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે. આ દરમિયાન, કિયારા અડવાણીએ તાજેતરમાં જગ જુગ જિયો(Jug Jugg Jeeyo)ના પ્રમોશન દરમિયાન અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા(sidharth malhotra) સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત, કિયારા અડવાણીએ કહ્યું છે કે તેને રિલેશનશિપમાં રહેવું કેવી રીતે પસંદ છે.
કિયારા અડવાણીએ મૌન તોડ્યું
કિયારા અડવાણી(Kiara Advani)એ હાલમાં જ ફિલ્મ જુગ જુગ જિયો(Jug Jugg Jeeyo)ના પ્રમોશન દરમિયાન એક મીડિયા ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુ અંતર્ગત સિદ્ધાર્થ સાથેના સંબંધોને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે. આના પર ખુલીને વાત કરતા કિયારા અડવાણીએ કહ્યું કે તેને કોઈની સાથે સંબંધમાં સમાનતાનો વ્યવહાર પસંદ છે. અભિનેત્રીએ કહ્યું છે કે હું સંબંધોમાં સમાનતાને વધુ મહત્વ આપું છું. ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્ન પછી કે સંબંધમાં છોકરા પર દબાણ વધારે રહે છે. પણ હું માનું છું કે જો સોરી કહેવાથી બધું બરાબર થઈ શકે તો તેણે પહેલા પોતે જ કહેવું જોઈએ અને હું સોરી બોલવામાં જરાય શરમાતી નથી. એટલું જ નહીં, કિયારા અડવાણીએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધોના સમાચારોને માત્ર અફવા ગણાવી છે.
કિયારા અડવાણી મોટી સ્ટાર બની ગઈ છે
એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર કિયારા અડવાણી અત્યારે બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રી બની ગઈ છે. કિયારા અડવાણીએ પોતાના ફિલ્મી કરિયરમાં ધોની, કબીર સિંહ, ગુડ ન્યૂઝ, શેર શાહ અને ભૂલ ભુલૈયા 2(Bhool Bhulaiyaa 2) જેવી મોટી સુપરહિટ ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં હવે બધાની નજર કિયારા અડવાણીની જુગ જુગ જિયો પર છે.