શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડંકીનો મતલબ શું છે? જાણો ફિલ્મનો વિષય શું છે...
શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથે પોતાની નવી ફિલ્મ ડંકીની જાહેરાત કરી દીધી છે. હવે ફેન્સ આ બંને ધમાકેદાર લોકોની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથે પોતાની નવી ફિલ્મ ડંકીની જાહેરાત કરી દીધી છે. હવે ફેન્સ આ બંને ધમાકેદાર લોકોની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ શાહરુખ ખાનના ફેન્સ તેની આ નવી ફિલ્મ વિશે વધુ જાણવા ઉત્સુક છે. તો અમે તમને એ બધી જાણકારીઓ સાથે ફિલ્મ સાથે જાડાયેલી કેટલીક અપડેટ આપી રહ્યા છીએ. શું તમે જાણો છો કે શાહરુખની ફિલ્મનું નામ ડંકીનો મતલબ શું થાય છે?. જો તમને નથી જાણતા તો આ રિપોર્ટ વાંચો.
ડંકીનો મતલબ ડંકી ફ્લાઈટ સાથે જોડાયેલો છે. જેમને ડંકી ફ્લાઈટનો મતલબ નથી ખબર તેમને જણાવી દઈએ કે, ડંકી ફ્લાઈટ એ હોય છે જે બે દેશો વચ્ચે પ્રવાસ કરવાનો ગેરકાનુની રસ્તો બનાવે છે જેના દ્વારા કોઈ વ્યક્તિ પોતાના મનપસંદ દેશમાં પ્રવેશ મેળવી શકે છે. પરંતુ આ રસ્તે પ્રવાસ કરતાં પકડાયા તો મોટી મુસિબત સર્જાઈ શકે છે. જ્યારે ઘણા લોકોને કાનૂની રીતે કેટલાક દેશોમાં એન્ટ્રી નથી મળતી તો તેઓ ગેરકાનુની રીતે ડંકી ફ્લાઈટમાં ટ્રાવેલ કરતા હોય છે.
તો હવે તમે એ સમજી ગયા હશો કે શાહરુખ ખાન અને રાજકુમાર હિરાની સાથે મળીને કયા પ્રકારની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મની કહાની એક પંજાબી યુવકની છે જે ગેરકાનુની રીતે કેનેડા સુધીનો પ્રવાસ કરે છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ અને શાહરુખ ખાનની જોડી પહેલી વાર દેખાશે. વીડિયો શેર કરતી વખથે શાહરુખ ખાને લખ્યું કે, ડિયર, હિરાની સર. તમે તો મારા સાંતા ક્લોજ નિકળ્યા. તમે શરુ કરો હું ટાઈમસર પહોંચી જઈશ. હું તો સેટ પર જ રહેવા લાગીશ. તમારી સાથે કામ કરવા માટે ખુશ અને ઉત્સાહી છું. તમારા બધા માટે 22 ડિસેમ્બર 2023ના દિવસે સિનેમાઘરોમાં આ ફિલ્મ લઈને આવી રહ્યો છું.
View this post on Instagram