રીલિઝ અગાઉ Shah Rukh Khanની ફિલ્મ Jawanએ કરી કરોડો રૂપિયાની કમાણી, કરોડો રૂપિયામાં વેચાયા OTT રાઇટ્સ
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ચાહકો સાથેની વાતચીતમાં શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન’ને એક અલગ પ્રકારની અલગ ફિલ્મ ગણાવી છે
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન માટે આગામી વર્ષ 2023 મહત્વનું સાબિત થશે. આ વર્ષે તેની બે મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. સાઉથના ફિલ્મમેકર એટલીની ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાન શાનદાર અવતારમાં જોવા મળશે. આ પહેલા તમે તેને આ પ્રકારના રોલમાં ભાગ્યે જ જોયો હશે. ફિલ્મના ટીઝરે રિલીઝ થતાં જ ખૂબ ચર્ચા જગાવી છે.
જવાન ફિલ્મ વિશેના મોટા સમાચાર
ફિલ્મ ‘જવાન’ને લઈને ઉભી થયેલી હાઈપનું પરિણામ એ આવ્યું કે Netflixએ મોટી રકમ ચૂકવીને ફિલ્મના OTT રાઈટ્સ ખરીદ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘જવાન’ના મેકર્સે ફિલ્મના સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લિક્સને વેચી દીધા છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલા કરોડમાં સ્ટ્રીમિંગ રાઇટ્સ વેચાયા છે? એક રિપોર્ટ અનુસાર, મેકર્સે ફિલ્મ ‘જવાન’ના રાઈટ્સ નેટફ્લિક્સને 120 કરોડમાં વેચી દીધા છે.
શાહરૂખ ખાનનું ધમાકેદાર કમબેક
કિંગ ખાનની આ ફિલ્મ રિલીઝ પહેલા જ ડંકા વગાડી ચૂકી છે. આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન અને નયનતારાની જોડી પહેલીવાર જોવા મળશે. જવાનની રિલીઝ પહેલા શાહરૂખ ખાન ‘પઠાણ’ સાથે પડદા પર કમબેક કરશે. પઠાણનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ ફિલ્મને લઈને પણ ઘણી ચર્ચા છે. ફિલ્મમાં કિંગ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે.
શાહરૂખે ‘જવાન’ વિશે શું કહ્યું?
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ચાહકો સાથેની વાતચીતમાં શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન’ને એક અલગ પ્રકારની અલગ ફિલ્મ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે મને ‘જવાન’ ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી. ડાયરેક્ટર એટલીનું કામ બધાએ જોયું છે. તેઓ માસ ઓરિએન્ટેડ ફિલ્મો બનાવે છે. મને લાગે છે કે મારી અને એટલી વચ્ચે સારી કેમેસ્ટ્રી છે. જવાન થ્રિલીંગ અને રોમાંચક ફિલ્મ હશે.