(Source: ECI/ABP News/ABP Majha)
jawan: શાહરુખ ખાન રચશે ઈતિહાસ, વિશ્વના સૌથી મોટા થિયેટરમાં રિલીઝ થશે 'જવાન'
Shah Rukh Khan: ચાલુ વર્ષમાં બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો હીટ સાબિત થઈ રહી છે. તેની શરૂઆત બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'થી 25 જાન્યુઆરીએ વર્લ્ડવાઈડ થિયેટર્સમાં રિલીઝથી થઈ હતી.
Shah Rukh Khan: ચાલુ વર્ષમાં બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો હીટ સાબિત થઈ રહી છે. તેની શરૂઆત બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'થી 25 જાન્યુઆરીએ વર્લ્ડવાઈડ થિયેટર્સમાં રિલીઝથી થઈ હતી. પઠાણ પછી, વર્ષ 2023ની સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' છે, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. હવે એક વખત ફિલ્મ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'જવાન' સાથે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવા જઈ રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે 'જવાન' કમાણીમાં 'પઠાણ'નો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે. 'પઠાણ' વર્તમાન વર્ષ 2023માં સૌથી વધુ કમાણી કરનાર (1000 કરોડથી વધુ) ફિલ્મ છે. હવે 'જવાન' વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની ફિલ્મ વર્લ્ડવાઈડ સિનેમાની દુનિયામાં કમાણી સાથે વધુ એક મોટો ઈતિહાસ રચવા જઈ રહી છે.
નોંધનીય છે કે એક્શન અને થ્રિલર ફિલ્મ 'જવાન' વિશ્વના સૌથી મોટા IMAX થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે જર્મનીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ 'જવાન' પણ જર્મનીના લિયોનબર્ગમાં વિશ્વના સૌથી મોટા IMAX થિયેટરમાં રિલીઝ થશે. આ થિયેટરનો પડદો 125 ફૂટ પહોળો અને 72 ફૂટ ઊંચો છે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ ભારતીય ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે.
View this post on Instagram
ડિસેમ્બર 2022 માં આ થિયેટરમાં વિશ્વનો સૌથી મોટો પડદો બનાવવામાં આવ્યો હતો અને તેની સાથે તેણે સૌથી મોટી IMAX સ્ક્રીન બનવાનું બિરુદ મેળવ્યું હતું. તમને જણાવી દઈએ કે, 814.8 ચોરસ મીટરમાં ફેલાયેલો આ સિનેમા હોલ સૌથી મોટા લોકલ સિનેમા હોલ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. હવે શાહરૂખની ફિલ્મને લઈને દેશ-વિદેશમાં પણ વધુ ક્રેઝ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ જવાન તરફથી એક પીવ્યૂ પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહરૂખ ખાનનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તમામ લુક્સ તેની ફિલ્મ જવાનના છે. જવાનની રીલિઝ ડેટની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.