શેફાલીની અસ્થિને છાતીએ રાખી ધ્રુસકે-ધ્રુસકે રડ્યો પતિ પરાગ, વીડિયો જોઈ ફેન્સ પણ ભાવુક
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલા(shefali jariwala )ના અંતિમ સંસ્કાર ગઈકાલે સાંજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા.

Shefali Jariwala Death: બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલા(shefali jariwala )ના અંતિમ સંસ્કાર ગઈકાલે સાંજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. આજે સવારે અભિનેત્રીના પતિ પરાગે તેના અસ્થિ વિસર્જનની વિધિ કરી હતી. આ દરમિયાન, પરાગ તેની પત્ની શેફાલી જરીવાલના અસ્થિને છાતી પર રાખતો જોવા મળ્યા હતા. તેમનો વીડિયો જોઈને બધા ભાવુક થઈ ગયા હતા.
View this post on Instagram
View this post on Instagram
શેફાલીના અસ્થિને પકડીને પરાગ ત્યાગી રડતો જોવા મળ્યો
શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર પછી રવિવારે સવારે અભિનેત્રીના પતિ પરાગ ત્યાગી અને તેમનો પરિવાર સ્મશાનગૃહ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ શેફાલીના અસ્થિ લઈ ગયા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરાગ તેમની પત્નીના અસ્થિને છાતી પર રાખીને ખૂબ રડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં પરાગ સાથે શેફાલીના પિતા પણ જોવા મળ્યા હતા. બંનેને આ સ્થિતિમાં જોઈને ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા અને કોમેન્ટ સેક્શનમાં હિંમત રાખવા માટે કહી રહ્યા છે.

પરાગે પરિવાર સાથે અસ્થિ વિસર્જન કર્યું
આ ઉપરાંત, બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં પરાગ પત્ની શેફાલી જરીવાલાના અસ્થિઓનું વિસર્જન કરતો જોવા મળે છે. વીડિયોમાં અભિનેત્રીનો પરિવાર પણ પરાગની સાથે અસ્થિ વિસર્જન કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શેફાલી જરીવાલાની અસ્થિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
શેફાલી જરીવાલાનું નિધન ક્યારે થયું?
તમને જણાવી દઈએ કે શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલનું નિધન થયું હતું. અભિનેત્રીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ પતિ પરાગ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અભિનેત્રીના અચાનક મૃત્યુને કારણે અભિનેત્રીના માતા અને પિતાની હાલત પણ ખરાબ છે. આ ઉપરાંત અભિનેત્રીના મિત્રો પણ આઘાતમાં છે. પારસ છાબરા, શહનાઝ ગિલ, માહિરા શર્મા, આરતી સિંહ, રશ્મિ દેસાઈ અને સુનિધિ ચૌહાણ સહિત ઘણા સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.





















