શોધખોળ કરો
Advertisement
કેમ રિયલ પેરેન્ટસને નથી મળવા માંગતી સુષ્મિતા સેનની દીકરી? રિન્ની સેને આપ્યો આવો જવાબ
સૌ કોઇ જાણે છે કે, સુષ્મિતા સેન પોતાની દીકરીઓને કેટલો પ્રેમ કરે છે. પરંતુ આ પ્રેમ એકતરફી નથી, અભિનેત્રીની બંને દીકરીઓ પણ સુષ્મિતાને એટલો જ પ્રેમ કરે છે.આ વાતનો ખુલાસો સુષ્મિતા સેનની દીકરા રિન્નીએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો
બોલિવૂડ: સુસ્મિતા સેન જ્યારે 24 વર્ષની હતી ત્યારે તેમણે રીનીને દત્તક લીધી હતી. આ નિર્ણય બધા માટે આશ્ચર્યજનક હતો. સુષ્મિતા સેને કહ્યું હતું કે, તે આ નિર્ણયથી ખુદ પણ ખૂબ જ નર્વસ હતી. પરંતુ આખરે આ નિર્ણય શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક સાબિત થયો. સુષ્મિતાએ કબૂલ્યું કે, તે માતા બનવાનો આનંદ અનુભવવા ઇચ્છતી હતી, આ કારણે જ દીકરીઓને દતક લીધી.
સુષ્મિતા સેને જણાવ્યું કે, “રીનીથી મેં ક્યારેય છુપાવ્યું નથી કે,તેને દત્તક લેવામાં આવી છે. યોગ્ય ઉંમર થતાં મે આ હકીકત જણાવી દીધી હતી.. મેં હંમેશા રીનીએ તેમના બાયોલોજિક પેરેન્ટસ વિશે જાણવાની છૂટ આપી છે પરંતુ તે ખુદ જ તેમના બાયોલોજિકલ પેરેન્ટસ વિશે કંઇ જાણવા નથી માંગતી.
મારા માટે સુષ્મિતા જ બધું છે
આ અંગે, તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન રીની સેનને પૂછવામાં આવ્યું હતું, કે તે તેમના બાયોલોજિકલ પેરેન્ટસ વિશે કંઇ જાણવા નથી માંગતી?. તેના જવાબમાં રીની સેને જણાવ્યું હતું કે, “ હું બાયોલોજિકલ પેરેન્ટસ વિશે કંઇ જાણવા માંગતી નથી, કારણ કે સુષ્મિતા સેન મારા માટે બધું છે, મારા માટે અડોપ્ટ કે બાયોલોજિકલ આ બધા જ માત્ર શબ્દો છે. મારા માતા પિતાએ આવું પગલું ભર્યું, તેમની ચોક્કસ કોઇ મજબુરી રહી હશે. હું સુષ્મિતા સેન સાથે ખૂબ ખુશ છું અને તે મને અને હું એમને ખૂબ જ પ્રમ કરૂં છું”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement