Sidharth Kiara Wedding: કિયારા સાથે જલ્દી જ લગ્ન કરશે સિદ્ધાર્થ મલ્હોત્રા, તારીખનો પણ ખુલાસો થયો
બોલિવૂડનું સ્વીટ કપલ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણી આ દિવસોમાં ઘણાં ચર્ચામાં છે. હાલમાં જ આ કપલ મુંબઈમાં સાથે ફરવા જતા જોવા મળ્યા હતા.
Kiara Advani-Sidharth Malhotra Wedding: બોલિવૂડનું સ્વીટ કપલ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણી આ દિવસોમાં ઘણાં ચર્ચામાં છે. હાલમાં જ આ કપલ મુંબઈમાં સાથે ફરવા જતા જોવા મળ્યા હતા. દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક કપલના લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહેવાલ છે કે કિયારા અને સિદ્ધાર્થ ટૂંક સમયમાં તેમના સંબંધોને એક નામ આપવાની તૈયારી કરી રહ્યા છે અને બંને જલ્દી જ લગ્ન કરી શકે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.
આવતા વર્ષે થશે લગ્નઃ
શેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બંનેની લવસ્ટોરી પણ આ ફિલ્મથી શરૂ થઈ હતી. સિદ્ધાર્થ અને કિયારા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેએ ક્યારેય આ વાત જાહેરમાં સ્વીકારી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ કપલ એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. જોકે, હવે એવા સમાચાર છે કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષે 2023ના એપ્રિલ મહિનામાં લગ્નની તૈયારી કરવા જઈ રહ્યા છે. બોલિવૂડ લાઈફના સૂત્રોને ટાંકીને આ એક્સક્લુઝિવ સમાચાર આપવામાં આવ્યા છે.
લગ્નના તમામ ફંક્શન દિલ્હીમાં યોજાશે
સિદ્ધાર્થ કિયારા વેડિંગ ફંક્શન વિશે વાત કરીએ તો, અહેવાલ છે કે તે એક ફેમિલી ફંક્શન હશે. લગ્નમાં બોલિવૂડમાંથી ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવશે. લગ્નના મોટા ભાગના ફંક્શન સિદ્ધાર્થના પરિવાર અને સંબંધીઓ સાથે દિલ્હીમાં થવાના છે. કિયારા અને સિદ્ધાર્થ પહેલાં રજિસ્ટર્ડ વેડિંગ કરશે અને પછી રિસેપ્શન પછી તેઓ કોકટેલ પાર્ટી કરી શકે છે, પરંતુ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડમાંથી કઈ સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવશે તે હજુ નક્કી નથી. કિયારા અને સિદ્ધાર્થના લગ્નનાં તમામ ફંક્શન દિલ્હીમાં યોજાશે.
View this post on Instagram