B Praak's Baby Death: સિંગર બી પ્રાકના બાળકનું જન્મ વખતે નિધન થયું, શેર કરી દિલ તોડનારી પોસ્ટ
ભારતના સુપ્રસિદ્ધ ગાયક બી પ્રાક પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. બી પ્રાક અને તેમની પત્ની મીરા બચ્ચન બીજી વખત માતા-પિતા બનવાના હતા.
B Praak's Baby Death: ભારતના સુપ્રસિદ્ધ ગાયક બી પ્રાક પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. બી પ્રાક અને તેમની પત્ની મીરા બચ્ચન બીજી વખત માતા-પિતા બનવાના હતા, પરંતુ તેમના બાળકનું જન્મ દરમિયાન મૃત્યુ થઈ ગયું છે. બી પ્રાકે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની જાહેરાત કરી છે.
15 જૂન 2022 ના રોજ, બી પ્રાકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો નોટ શેર કરી. નોટમાં લખવામાં આવ્યું હતું કે, “અત્યંત દુઃખની સાથે એ જણાવવામાં આવે છે કે અમારું નવજાત બાળક જન્મ દરમિયાન મૃત્યુ પામ્યું છે. માતાપિતા તરીકે અમે દુઃખદ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે ડોકટરો અને સ્ટાફનો આભાર માનવા માંગીએ છીએ જેમણે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો અને ટેકો આપ્યો. અમે આ દુઃખથી વિખેરાઈ ગયા છીએ, અને અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ સમયે અમને પ્રાઈવસી આપો. મીરા અને બી પ્રાક."
View this post on Instagram
બી પ્રાકે 4 એપ્રિલ 2022ના રોજ એક પોસ્ટ શેર કરીને બીજી વખત માતા-પિતા બનવાની જાણ કરી હતી. તેણે તેની પત્ની મીરા સાથેની એક તસવીર શેર કરી હતી. બી પ્રાકે મીરા બચ્ચન સાથે 4 એપ્રિલ 2019ના રોજ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે, જેનું નામ અદાબ છે.