શોધખોળ કરો
Advertisement
બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન પર મોટો ખુલાસો, સારા અલી ખાને કેટલીયવાર રિયાને આપ્યુ ડ્રગ્સ -સુત્રો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- એનસીબીએ છ લોકોની ધરપકડ કરી છે, સાથે અત્યાર સુધી 16 લોકો પકડયાઇ ચૂક્યા છે
મુંબઇઃ રિયા ચક્રવર્તી અને ડ્રગ્સ મામલે એક મોટી ખબર સામે આવી છે.સુત્રો અનુસાર મળેલી માહિતી પ્રમાણે, રિયા ચક્રવર્તીએ કેટલીયવાર એક્ટ્રેસ સારા અલી ખાન પાસેથી ડ્રગ્સ લીધુ છે, અને સારાએ કેટલીય વાર રિયા પાસેથી ડ્રગ્સ લીધુ છે. જાણકારી અનુસાર, સારા અલી ખાન એક હાઇપ્રૉફાઇલ ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતી, જેની એનસીબી શોધખોળ કરી રહી છે. સારા અલી ખાન પાસેથી ડ્રગ્સ લઇને રિયાએ સુશાંત સિંહ રાજપૂત પાસે પહોંચાડ્યુ હતુ.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- એનસીબીએ છ લોકોની ધરપકડ કરી છે, સાથે અત્યાર સુધી 16 લોકો પકડયાઇ ચૂક્યા છે.
એક અધિકારીએ જણાવ્યુ કે, છ આરોપીઓની ઓળખ કરણજીત સિંહ આનંદ, ડ્વેન ફર્નાન્ડિઝ, સંકેત પટેલ, અંકુશ અનરેજા, સંદિપ ગુપ્તા અને આફતાબા ફતેહ અંસારી તરીકે થઇ છે. તપાસ દરમિયાન આ તમામ આરોપીઓ આમને સામને આવ્યા બાદ તેમને પકડી લેવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે ડ્રગ્સ પર નિયંત્રણ સંબંધી એનડીપીએસ કાયદા અંતર્ગત તમામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement