શોધખોળ કરો

'Stree 2' બની સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ, શ્રદ્ધા કપૂરે શાહરુખની 'જવાન'ને પાછળ છોડી 

બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે.  આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવે છે.

Stree 2 Becomes Highest Grossing Hindi Film: બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે.  આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 એ હવે વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મે મંગળવારના કલેક્શન સાથે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટે રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ હોરર કોમેડી ફિલ્મ એક મહિના પછી પણ લોકોના દિલ જીતી રહી છે. આ ફિલ્મે હવે તેના 34મા દિવસ (મંગળવાર, 17 સપ્ટેમ્બર)ના કલેક્શન સાથે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નો મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે.

'સ્ત્રી 2' હિન્દી વર્ઝનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ દ્વારા જાહેર  કરાયેલા ડેટા અનુસાર, સોમવાર (16 સપ્ટેમ્બર) સુધી સ્ત્રી 2 ની કુલ કમાણી 583.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સૈકનિલ્કના અહેવાલ મુજબ, સ્ત્રી 2 એ તેના 34માં દિવસે (17 સપ્ટેમ્બર મંગળવાર) સાંજે 5 વાગ્યા સુધી 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે સ્ત્રી 2નું કુલ કલેક્શન 584.35 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની જવાન અત્યાર સુધી હિન્દી વર્ઝનમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. હવે આ તાજ સ્ત્રી 2ના નામે આવ્યો છે. જવાનના હિન્દી વર્ઝને 584 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યાં હવે આ આંકડો પાર કરીને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ નંબર 1 હિન્દી ફિલ્મ બની ગઈ છે.

600 કરોડનો આંકડો પાર કરશે ?

સ્ત્રી 2 ની હવે રૂ. 600 કરોડના આંકડા પર હશે.  હાલમાં, સ્ત્રી 2 એ શાહરૂખ ખાનની જવાન પછી ભારતીય બોક્સ ઓફિસ પર બીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ છે. તાજેતરમાં, સ્ત્રીએ રણબીર કપૂરની એનિમલ અને સની દેઓલની ગદર 2 નો રેકોર્ડ તોડ્યો હતો.

જવાને તમામ ભાષાઓમાં 640 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સપ્ટેમ્બર 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1148 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 640 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હિન્દી વર્ઝનમાંથી 584 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જ્યારે બાકીની કમાણી અન્ય ભાષાઓમાંથી આવી હતી.
  
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા

નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે

અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી

ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો

નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન

LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી

મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં

Embed widget