શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત કેસમાં કઇ એક્ટ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે સીબીઆઇએ હવે મહેશ ભટ્ટનો વારો લેવો જોઇએ, જાણો વિગતે
સુશાંત કેસ મામલે અભિનેત્રીએ પહેલીવાર ટ્વીટ કર્યુ છે, તેને સોમવારે સાંજે પોતાના ટ્વીટર પર લખ્યું - શું સીબીઆઇએ મહેશ ભટ્ટને પુછપરછ માટે બોલાવ્યા છે? જ્યારે 8 જૂને રિયાએ સુશાંતને છોડ્યો હતો, ત્યારે તે એડમન્ટ (બીજાનુ દિમાગ બદલવુ) કેમ હતા?
મુંબઇઃ અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણામૂર્તિએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઇ તપાસ મામેલ ટ્વીટ કર્યુ છે. સુશાંત અને તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીના સંબંધોમાં મહેશ ભટ્ટની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. તે જાણવા માગે છે કે સીબીઆઇ મહેશ ભટ્ટને પુછપરછ માટે કેમ નથી બોલાવ્યા.
સુશાંત કેસ મામલે અભિનેત્રીએ પહેલીવાર ટ્વીટ કર્યુ છે, તેને સોમવારે સાંજે પોતાના ટ્વીટર પર લખ્યું - શું સીબીઆઇએ મહેશ ભટ્ટને પુછપરછ માટે બોલાવ્યા છે? જ્યારે 8 જૂને રિયાએ સુશાંતને છોડ્યો હતો, ત્યારે તે એડમન્ટ (બીજાનુ દિમાગ બદલવુ) કેમ હતા?
તાજેતરમાં જ રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે એક વૉટ્સએપ વાતચીતનો સ્ક્રીનશૉટ લીક થયો હતો, જ્યાં રિયાએ કથિત રીતે ફિલ્મ નિર્માતાને 8 જૂને સૂચિત કર્યુ હતુ કે તે સુશાંતના ઘરથી જઇ રહી છે. રિયાએ ગયા અઠવાડિયે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં ભટ્ને પોતાના પિતા જેવા બતાવ્યા હતા, જ્યારે રિયાની સાથે તેની વૉટ્સએપ ચેટ લીક થઇ, ત્યારથી ભટ્ટને સોશ્યલ મીડિયા પર ગંભીર રીતે ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો છે.
જૂનમાં સુશાંતના નિધન બાદથી મહેશ ભટ્ટને કથિત રીતે નેપૉટિઝમ માટે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ અને મીમ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. સુશાંતના પરિવારજનોએ પણ રિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion