(Source: ECI/ABP News/ABP Majha)
બાંગ્લાદેશે બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને ફિલ્મના શૂટિંગ માટે ના આપી વર્ક પરમીટ, સામે આવ્યુ ચોંકાવનારુ કારણ, જાણો
એક રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે સનીને વર્ક પરમીટ ના આપવા પાછળ કેટલાક સંગઠનો અને લોકોની આપત્તિ છે
Sunny Leone Bangladesh work Permit: સની લિયોનીને બાંગ્લાદેશે એકવાર ફરીથી વર્ક પરમીટ આપવાનો ઇનકાર કરી દીધો છે. આવુ તેની સાથે વર્ષ 2015માં પણ થયુ હતુ. આના કારણે તે પોતાની આગામી ફિલ્મ 'સૉલ્જર'નુ શૂટિંગ કરવા બાંગ્લાદેશ નથી જઇ શકતી, અને નિર્માતાને શૂટિંગ કેન્સલ કરવુ પડ્યુ છે. આ તેની પહેલી બંગાળી ફિલ્મ હતી. જોકે, બાંગ્લાદેશે સનીને કેમ વર્ક પરમીટ ના આપી તેની પાછળનુ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યુ.
એક રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે સનીને વર્ક પરમીટ ના આપવા પાછળ કેટલાક સંગઠનો અને લોકોની આપત્તિ છે, અફવાઓની માનીએ તો બાંગ્લાદેશના ઘણા ઇસ્લામિક સમૂહોએ સની તેમના દેશમાં આવે તેના પર આપત્તિ જતાવી છે. તેમણે સરકારના વિરોધમાં દેખાવ કરવાની ચેતવણી આપી છે. આ પહેલા બાંગ્લાદેશની મિનિસ્ટ્રી ઓફ ઇન્ફરમેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે ભારતીય કલાકારોને બાંગ્લાદેશમાં સૉલ્જર ફિલ્મના શૂટિંગ માટે અનુમતિ આપી હતી, જેમાં સનીનું નામ પણ હતું. પરંતુ સનીને તેમણે વર્ક પરમિટ આપી નહોતી. જ્યારે ૧૦ કલાકારોને પ માર્ચથી ૪ સપ્ટેમ્બર સુધીની વર્ક પરિમિટ મળી હતી.
આ પહેલા સાલ ૨૦૧૫માં સની લિયોનીની વર્ક પરમિટ કેન્સલ કરવામાં આવી હતી. પરિણામે તે એક કાર્યક્રમમાં ભાગ નહોતી લઇ શકી. ઇસ્લામિક સમૂહો સની લિયોની બાંગ્લાદેશમાં આવે એના વિરોધમાં છે.
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો