શોધખોળ કરો
Advertisement
સુશાંત હત્યા કેસમાં મુંબઇ પોલીસ પર આ વ્યક્તિએ લગાવ્યા ગંભીર આરોપો, જાણો વિગતે
સુશાંતના પિતા કેકે સિંહના વકીલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે, અને કેસને લઇને કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં દિવસે દિવસે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઇ ગયો છે. સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી સહિત કેટલાક લોકો પર નોંધાવેલી એફઆઇઆરને લઇને હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે. સુશાંતના પિતા કેકે સિંહના વકીલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે, અને કેસને લઇને કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
દિવંગત અભિનેતાના પરિવારનુ પ્રતિનિધિત્વ કરી રહેલા તેમના વકીલે એ દાવો કર્યો છે, ટાઇમ્સ ન્યૂઝ ડૉટ કૉમ અનુસાર, સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહના વકીલ વિકાસ સિંહે ટાઇમ્સ નાઉને જણાવ્યુ કે, મુંબઇ પોલીસ પાંચ છ મોટા પ્રૉડક્શન હાઉસના નામ બતાવવા માટે પરિવારને કહી રહી છે. જો અમે સીધી રીતે તેમને જવાબદાર નથી માનતા તો અમારે પ્રૉડક્શન હાઉનસના નામ કેમ આપવા જોઇએ? અપ્રત્યક્ષ રીતે કદાચ તેમની કોઇ ભાગીદારી હોઇ શકે છે પરંતુ અમારા કહેવાથી આ આધાર નથી હોઇ શકતો. તમે રિયાને ભુલી જાઓ છો અને મોટા પ્રૉડક્શન હાઉસની પાછળ પડી જાઓ છો.
રિપોર્ટ એ પણ જણાવે છે કે વકીલે દાવો કર્યો છે કે, મુંબઇ પોલીસે હજુ સુધી કેસમાં એક પણ એફઆઇઆર નોંધી નથી. વિકાસ સિંહે ન્યૂઝ ચેનલોને બતાવ્યુ કે, મુંબઇ પોલીસ કેસને અલગ દિશમાં લઇ જઇ રહી છે, અને તેના તાર્કિક અંત સુધી નથી લઇ જઇ રહી.
રિપોર્ટ અનુસાર, વિકાસ સિંહે જણાવ્યુ કે કેવી રીતે શરૂઆતામાં બિહાર પોલીસ પણ કેસ નોંધવામાં થોડી અચકાતી હતી. પરંતુ છેવટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના હસ્તક્ષેપ બાદ આ થયુ. અમે ઇચ્છીએ છીએ કે પટના પોલીસ આ કેસની તપાસ કરે. પરિવારે હજુ સુધી સીબીઆઇ તપાસની માંગ નથી કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement