શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં નામ ઉછાળાતા ગિન્નાયેલા સંદિપ સિંહે કોની સામે માનહાનિનો દાવો કરવાની ધમકી આપી, જાણો વિગતે
મીડિયામાં અલગ અલગ નિવેદનનોના આપવાના કારણે તે શકના દાયરામાં આવી ગયા છે. સંદિપ સિંહનુ કહેવુ છે કે જે પણ લોકો સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનુ કનેક્શન હોવાની અફવા ઉડાવી રહ્યાં છે, તેની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે
મુંબઇઃ સુશાંત સિંહા રાજપૂત કેસમાં પ્રૉડ્યૂસર સંદિપ સિંહનુ નામ ઉછાળવામાં આવી રહ્યું છે, મીડિયામાં અલગ અલગ નિવેદનનોના આપવાના કારણે તે શકના દાયરામાં આવી ગયા છે. સંદિપ સિંહનુ કહેવુ છે કે જે પણ લોકો સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનુ કનેક્શન હોવાની અફવા ઉડાવી રહ્યાં છે, તેની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે.
સંદિપ સિંહના મીડિયા સલાહકાર દિપક સાહૂએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આની જાણકારી આપી, તેમને ટ્વીટર પર લખ્યુ- સંદિપ સિંહ તે લોકો વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવવા જઇ રહ્યાં છે, જે લોકો અફવા ઉડાવી રહ્યાં છે, અને જે લોકો ખોટા આરોપોની પાછળ છે. હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર દિપક સાહૂએ કહ્યું કે, માનહાનિ કેસની પ્રક્રિયા ચાલુ છે, અને આ ઉપરાંત તે કોઇ જાણકારી શેર નથી કરવા માંગતા.
સંદિપ સિંહ શકના દાયરામાં આવવાનાનુ મુખ્ય કારણ એ છે કે, સુશાંતના મોત બાદ તેને હૉસ્પીટલથી લઇને અંતિમ સંસ્કાર સુધી તે સાથે હતો, સુશાંતના મૃતદેહને પહેલો જોયો હતો. સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહ પણ સંદિપ પર શક દર્શાવી ચૂક્યા છે. તેમને સવાલો ઉઠાવ્યા કે સુશાંતના ડૉક્યૂમેન્ટ તેમની પાસે કેવી રીતે આવ્યા? ખાસ વાત છે કે, શક ત્યારે વધુ થયો જ્યારે સુશાંતના પરિવારે સંદિપ સિંહને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement