શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત મૃત્યુ કેસઃ શું CBIને સોંપવામાં આવશે કેસ? આજે સુપ્રીમ કોર્ટ કરશે ફેંસલો
સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઋષિકેશ રૉયે તમામ પક્ષોને પોતાની દલિલો પર સંક્ષિપ્ત નૉટ 13 ઓગસ્ટ સુધી જમા કરાવવાની અનુમતિ આપી હતી. તમામ પક્ષોએ 13 ઓગસ્ટે પોતાનો જવાબ દાખલ કરી દેવામાં આવ્યો હતો
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર સુપ્રીમ કોર્ટ આજે સવારે 11 વાગે ફેંસલો આપશે. કોર્ટને એ નક્કી કરવાનું છે કે મામલાની તપાસ કોણ કરશે. મામલામાં 11 ઓગસ્ટે સુનાવણી પુરી કર્યા બાદ કોર્ટે આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઋષિકેશ રૉયે તમામ પક્ષોને પોતાની દલિલો પર સંક્ષિપ્ત નૉટ 13 ઓગસ્ટ સુધી જમા કરાવવાની અનુમતિ આપી હતી. તમામ પક્ષોએ 13 ઓગસ્ટે પોતાનો જવાબ દાખલ કરી દેવામાં આવ્યો હતો.
સુશાંતના પિતા તરફથી નોંધાયેલી એફઆઇઆરમાં રિયાની ઉપર સુશાંતના પરેશાન કરવા, તેને કરોડો રૂપિયાનુ ગબન કરવાનુ અને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી પહેલા જ બિહાર સરકારે કેસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી દીધી. આને કેન્દ્ર સરકારે માની લીધી છે.
સુશાંત કેસની તપાસ કોણ કરશે આના પર સુપ્રીમ કોર્ટ આજે ફેંસલો સંભળાવશે. જોકે, ફેંસલા પહેલા મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેન મામલાની સીબીઆઇ તપાસ ના કરાવવાને લઇને એકલી પડતી દેખાઇ રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવાર બાદ મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસના કોટામાંથી મત્રી અસલમ શેખે પણ મામલાને સીબીઆઇને સોંપવાની કોઇ પરેશાની ના હોવાની વાત કહી છે.
શેખે કહ્યું કે, સુશાંત કેસમાં મુંબઇ પોલીસે તપાસ કરી છે, આ પછી જો કેન્દ્ર સરકારને લાગે છે તો તે લઇ શકે છે. જો કેન્દ્રને લાગે કે સીબીઆઇ ઇન્વેસ્ટિગેશન થવુ જોઇએ તો કોઇ પરેશાની નથી. આ પહેલા શરદ પવારે કહ્યું હતુ કે જો સીબીઆઇ તપાસ કરાવવી હોય તો અમને કોઇ પ્રૉબ્લમ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion