Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ. વહેલી સવારે જ દેશમાં ઠેર ઠેર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયા અને 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ રાષ્ટ્રીય પર્વ હોવાથી આખા દેશમાં ડ્રાય ડે તરીકે જાહેર કરાય છે. અને એમ પણ ગુજરાત પ્રોહીબિશનવાળું સ્ટેટ છે પરંતુ આ દિવસે તો દેશમાં કોઈપણ સ્થળે દારુ ન પીવાય અટલે ગઈકાલે રાતે 12 વાગ્યાથી જ બધી દારૂની દુકાનો બંધ થઈ જાય, દારૂનુ વિતરણ બંધ થઈ જાય અને દારુ પીવાનું બંધ થઈ જાય જ્યાં પરમિશન છે ત્યાં પણ, ગુજરાતમાં પણ પરિમટ હોય તો પણ દારુ ન પી શકાય, આ બધા વચ્ચે ગુજરાતમાં દારૂડિયા કલ્ચર અલગ જ રંગરૂપ સાથે વિકસી રહ્યું છે. દારૂનો નશો તો કરાય જ છે પણ દારૂની પાર્ટીને પણ હવે રોચક બનાવવી છે. અત્યાર સુધી આપણે જોતા હતા થીમ પાર્ટી જેમાં અલગ અલગ થીમ મુજબ એક જેવા કપડા પહેરીને આવવા પણ આજે વાત કરવી છે ડ્રાય ડે પર દારૂ પાર્ટીની ગેમની,
તમને જાણીને આશ્ચર્ય થશે તમે હવેના દ્રશ્યો જોજો, દ્રશ્યો સુરતના છે ડુમ્મસ વિસ્તારમાં સ્થિત ફાર્મ હાઉસમાં એક યુવતીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા બુક કરાયો હતો ‘જશ્ન વિલા’, હવે જેનું નામ જ જશ્ન છે એટલામાં માનસિકતા ખબર પડી જાય આપણને, જશ્ન આજે આઝાદીનો મનાવવાનો હતો તેવી જગ્યાએ જશ્ન આ યુવકો મનાવી રહ્યા હતા દારૂનો
રંગમાં ભંગ પોલીસે પાડ્યો, જાણકારી મળી અને રાત્રે 2.30 વાગ્યે પોલીસ પહોંચી તો 8 મહિલા અને 14 નબીરા મળી 22 લોકો દારૂની પાર્ટી માણી રહ્યા હતા તેમની પોલીસે અટકાયત કરી
પોલીસને જશ્ન વિલામાં દારૂનો સામાન જોઈને નવાઈ ન લાગી પણ જ્યારે ત્યાં એક ગેમ જોઈ તો તે જોઈને પોલીસ ચોંકી ગઈ કારણ કે આ ગેમ હતી કારણ કે આ ગેમ એવી હતી જેમાં જે જીતે તેને વધુ પેગ મળે, તમે જોઈ શકો છો ગેમનું આખુ કાર્ડ બનાવેલું છે ગેમના નિયમો છે કોણે કેટલો દારુ પીવો, કેવી રીતે પીવો, કોને હરાવે તો વધુ મળે તે બધુ લખેલું છે એનો મતલબ આ જશ્ન વિલાની અંદર જશ્નની અલગ પ્રકારની ગેમ હતી અને આ ગેમ દારૂની નથી આ ગેમ બરબાદીની છે.
પોલીસે તમામની ધરપકડ કરી અને તેમના મેડિકલ ચેકઅપ કરાવ્યા છે આ બધા જે પાર્ટીમાં ગેમ રમતા હતા તે ચહેરા છુપાવતા નજરે પડે છે, પોલીસે દારુ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદના સાણંદના નિર્વાણા ગ્રીન્સ વિક એન્ડ હોમમાં દારુ પાર્ટી કરતા 81 લોકોની અટકાયત કરાઈ... આદર્શ અગ્રવાલની 25મી વેડિંગ એનિવર્સરી હતી.. જેના માનમાં મુંબઈમાં રહેતા અમિત પચેરીવાલે કર્યું હતું દારુ પાર્ટીનું આયોજન... વીકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયાં અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો... જ્યાં પોલીસે રેડ પાડી દારૂની કુલ 15 બોટલ, 3 ખાલી દારૂની બોટલ, 10 હુક્કાની સાથે 22 મોંઘીદાટ ગાડીઓ અને 74 મોબાઈલ ફોન જપ્ત કરાયા.. જે બાદ તમામ 81 લોકોને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા
દુખની વાત એ છે કે યુથ કયા રસ્તે જઈ રહ્યું છે, આપણે આઝાદ ભારતના નાગરિક છીએ, આઝાદીનો મતલબ આવો ન હોઈ શકે, આપણી ઓળખ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા છે, આપણી ઓળખ આ પ્રકારની ગેમ નથી






















