શોધખોળ કરો

Sushant Singh Rajputના ડોગ Fudgeનું મૃત્યુ, ચાહકો થયા ભાવુક, જુઓ વીડિયો

Sushant Singh Dog Dies: સુશાંત સિંહ રાજપૂતના ડોગ ફજનું મૃત્યુ થયું છે. જેણે ચાહકોને પણ રડાવી દીધા છે. વર્ષ 2020માં સુશાંતના મૃત્યુ પછી ફજ ગુમસુમ રહેવા લાગ્યો હતો

Sushant Singh Rajput: સુશાંત સિંહ રાજપૂતનું લગભગ અઢી વર્ષ પહેલા અવસાન થયું હતું અને હવે તેનો ડોગ ફજે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશાંત તેના ડોગ ફજની ખૂબ જ નજીક હતો. તે તેની સાથે ખૂબ જ મસ્તી કરતો અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. સુશાંતના મૃત્યુ બાદ ફજની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ગુમસુમ રહેવા લાગ્યો હતો. અને હવે તેના મૃત્યુથી સુશાંતના ચાહકોને દુઃખ થયું છે. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત અને ફજના વીડિયો શેર કરીને તે ભાવુક થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે ટ્વિટર પર ફજના મૃત્યુ વિશે માહિતી આપી અને તેની બે તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતા પ્રિયંકા સિંહે લખ્યું, 'ફઝ આખરે તમે પણ તમારા મિત્ર સાથે સ્વર્ગમાં ગયા છો. જલ્દી મળીશું... મારું હૃદય ખરાબ રીતે તૂટી ગયું છે.' ફજનો જન્મદિવસ 21 જાન્યુઆરીએ છે, પરંતુ તે પહેલા ફજનું મૃત્યુ થયું હતું.

ભાવુક ચાહકોએ સુશાંત-ફઝનો વીડિયો શેર કર્યો 

સુશાંતના કૂતરા ફજના મૃત્યુ પર ચાહકો ભાવુક થઈ રહ્યા છે અને પ્રિયંકા સિંહને હિંમત પણ આપી રહ્યા છે. એક ચાહકે ટ્વીટ કર્યું છે કે, 'મારું દિલ ખરાબ રીતે તૂટી ગયું છે. આશા છે કે બંને સ્વર્ગમાં ફરી ભેગા થાય. ફજ અને સુશાંત જ એકબીજાને સારી રીતે સમજતા હતા. અન્ય એક પ્રશંસકે લખ્યું, 'કૃપા કરીને હિંમત રાખો. શું બોલવું એ સમજાતું નથી. આ સમાચારથી દિલ તૂટી ગયું. હું તેને હવે સહન કરી શકતો નથી. પણ ખુશીની વાત એ છે કે હવે ફજ તેના મિત્ર પાસે ગયો છે.

સુશાંત સિંહ રાજપૂત ટ્રિપ્સ પર પણ ફજને લઈને જતો હતો

સુશાંત સિંહ રાજપૂત કૂતરા ફજ સાથે ખૂબ રમતો હતો. આટલું જ નહીં, તે તેને તેની સાથે ટ્રિપ પર પણ લઈ જતો હતો. સુશાંતના મૃત્યુ પછી જ્યારે ફજ ડિપ્રેશનમાં આવી ગયો અને ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું ત્યારે અભિનેતાનો પરિવાર તેને પોતાની સાથે લઈ ગયો. સુશાંત પાસે 3 વધુ કૂતરા હતા - અમર, અકબર અને એન્થોની, જેઓ પછીથી કોઈ બીજા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. સુશાંતે આ કૂતરાઓ માટે ફાર્મહાઉસ લેવાની પણ યોજના બનાવી હતી.

સુશાંતે આ પોસ્ટ ફજ માટે લખી હતી

આટલું જ નહીં વર્ષ 2018માં સુશાંતે ફજ માટે એક હૃદય સ્પર્શી પોસ્ટ પણ લખી હતી. સુશાંતે ફજની તસવીર શેર કરી અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ' જો તને હું યાદ છું તો મને એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે કોઈ બીજા મને ભૂલી જાય. મેરા પ્યારા, મેરા ફજ સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget