The Kashmir Files: 'ધ કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં આજે ફરીથી થઇ રિલીઝ, જાણો વિવેક અગ્નિહોત્રીએ કેમ લીધો આ નિર્ણય
વિવેક અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આજે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. ફિલ્મ નિર્માતા પહેલા જ આ વિશે માહિતી આપી ચૂક્યા છે.આ સાથે અનુપમ ખેરે પણ ટ્વિટ કર્યું છે.
Vivek Agnihotri The Kashmir Files: બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે સતત ટ્વિટ કરી રહ્યા છે. અગાઉ તેણે કહ્યું હતું કે આ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. હવે તેણે જાહેરાત કરી છે કે તે આ ફિલ્મને ફરીથી સિનેમાઘરોમાં રીલીઝ કરવા જઈ રહ્યો છે. 19 જાન્યુઆરી, 2023ના રોજ એટલે કે આજે આવી રહેલી આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોશી જોવા મળશે.
'ધ કાશ્મીર ફાઇલ્સ' આજે સિનેમાઘરોમાં રિલીઝ
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેણે લખ્યું- કાશ્મીર ફાઇલ્સ 19 જાન્યુઆરી એટલે કે આજે ફરી રિલીઝ થઈ રહી છે. આ દિવસ કાશ્મીરી હિંદુ નરસંહાર દિવસ છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મ વર્ષમાં બે વાર રિલીઝ થઈ રહી છે. જો તમે તેને મોટી સ્ક્રીન પર જોવાનું ચૂકી જાવ તો અત્યારે જ તમારી ટિકિટ બુક કરો. આ સાથે તેણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે.
ANNOUNCEMENT: #TheKashmirFiles is re-releasing on 19th January - The Kashmiri Hindu Genocide Day. This is the first time ever a film is releasing twice in a year. If you missed watching it on BIG SCREEN, book your tickets NOW👇. https://t.co/LP0NKokbaehttps://t.co/J7s03w8P31 pic.twitter.com/TNxhq0L68V
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 18, 2023
અભિનેતા અનુપમા ખેરે ટ્વીટ કર્યું
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અનુપમ ખેરે પણ આ ફિલ્મને લઈને એક ટ્વિટ કર્યું હતું. તેણે ખુલાસો કર્યો કે આ ફિલ્મ ફરીથી રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની હિજરતના 33 વર્ષ પૂર્ણ થવા પર ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. કદાચ પહેલી વાર કોઈ ફિલ્મ એક જ વર્ષમાં બે વાર રિલીઝ થઈ હોય.
Probably for the first time a film releases a second time in the same year. Please watch #TheKashmirFiles releasing tomorrow again to pay tribute to #33YearsOfKPEXodus!🙏💔 pic.twitter.com/neXPYxniVx
— Anupam Kher (@AnupamPKher) January 18, 2023
'ધ કાશ્મીર ફાઇલ્સ' એક વર્ષ પહેલા આવી હતી
'ધ કાશ્મીર ફાઇલ્સ' વિવેક અગ્નિહોત્રી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. તે 1990માં કાશ્મીરી હિંદુઓની હિજરતને દર્શાવે છે. આ સાથે તેમના હત્યાકાંડને પણ સ્ક્રીન પર સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. 11 માર્ચ, 2022ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. તે વર્ષની સૌથી હિટ ફિલ્મ હતી.