શોધખોળ કરો

Tiger 3: સલમાન સાથે શાહરૂખ ખાન જલદી શરૂ કરશે ટાઇગર 3ની શૂટિંગ, જાણો ક્યાં શૂટ થશે ફિલ્મનો ક્લાયમેક્સ?

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન હાલમાં ચેન્નઈમાં પોતાની ફિલ્મ 'એટલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ મહિનાના અંતમાં તે મુંબઈ જવા રવાના થશે

Shahrukh Khan Salman Khan Tiger 3:  શાહરુખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'એટલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાન બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ  ટાઈગર 3માં એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે. જો કે તેને આ ફિલ્મના શૂટિંગ માટે સમય કાઢવો મુશ્કેલ થઈ રહ્યો છે, પરંતુ એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને 'ટાઈગર 3'ના શૂટિંગ માટે સમય આપ્યો છે અને તે જલ્દી જ આ ફિલ્મ માટે સલમાન ખાન સાથે જોડાશે.

શાહરૂખ ખાન-સલમાન ખાન ટૂંક સમયમાં ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન હાલમાં ચેન્નઈમાં પોતાની ફિલ્મ 'એટલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ મહિનાના અંતમાં તે મુંબઈ જવા રવાના થશે જ્યાં 'ટાઈગર 3'નું છેલ્લું શેડ્યૂલ શૂટ કરવામાં આવશે. ફિલ્મના ક્લાઈમેક્સના શૂટિંગમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન બંને એકબીજા સાથે જોડાશે.

 ઇદના અવસર પર રિલીઝ થશે ટાઇગર 3

ઉલ્લેખનીય છે કે 'ટાઈગર 3' સલમાન ખાનની 'ટાઈગર' સિરીઝની ત્રીજી ફિલ્મ છે. 'ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે ફેન્સ 'ટાઈગર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા મહિના પહેલા સલમાન ખાને ફિલ્મ સાથે જોડાયેલ એક ટીઝર શેર કર્યું હતું જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી હતી. આ ફિલ્મ 2023ની ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દિવસોમાં જ્યાં શાહરૂખ ખાન ફિલ્મ 'એટલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે સલમાન ખાન પણ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પૂરું કરવા જઈ રહ્યો છે. ETimes ના સમાચાર મુજબ, કિંગ ખાન મુંબઈમાં સલમાન સાથે જોડાશે. એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન 'ટાઈગર 3'માં RAW ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો ક્લાઈમેક્સ હશે, ત્યારબાદ 'ટાઈગર 3'નું શૂટિંગ પૂર્ણ થઈ જશે. મનીષ શર્મા ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget