Urvashi Rautela : ઋષભ પંતના ફેને ઉર્વશીને IPLની ચાલુ મેચે આપી ધમકી!!!-Video
ઉર્વશી રૌતેલાએ હવે ઋષભ પંતના ફેન્સ પર પ્રહારો કર્યા છે, જે IPL દરમિયાન તેના નામની બૂમો પાડતો હતો અને ખોટી રીતે તેનું નામ લેતો હતો.
![Urvashi Rautela : ઋષભ પંતના ફેને ઉર્વશીને IPLની ચાલુ મેચે આપી ધમકી!!!-Video Urvashi Rautela : Rishabh Pant fan publicly Threatened Urvashi Rautela During IPL, Actress Angry Urvashi Rautela : ઋષભ પંતના ફેને ઉર્વશીને IPLની ચાલુ મેચે આપી ધમકી!!!-Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/79662e0d617d32e464f60bc3f0d3e3af1682259436379396_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Publicly Threatened Urvashi Rautela : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર ક્રિકેટર ઋષભ પંત સાથેના તેના સમીકરણને લઈને ચર્ચામાં રહે છે. એકવાર બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ થયું હતું. હવે ફરી એકવાર ઉર્વશી રૌતેલાએ આ પ્રકારની ટિપ્પણી કરી છે. ઉર્વશી રૌતેલાએ હવે ઋષભ પંતના ફેન્સ પર પ્રહારો કર્યા છે, જે IPL દરમિયાન તેના નામની બૂમો પાડતો હતો અને ખોટી રીતે તેનું નામ લેતો હતો. આમ ફરી એકવાર ઉર્વશી અને ઋષભ ચર્ચામાં આવ્યા છે.
DC vs SRHની IPL મેચ દરમિયાન એક ચાહક ઋષભ પંતને ચીયર કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ઉર્વશી રૌતેલાનું નામ લઈને ખોટી રીતે બૂમો પાડવા લાગ્યો હતો. જ્યારે આ વીડિયો વાઈરલ થયો તો એક્ટ્રેસની પણ નજરે પડ્યો, જેને જોઈને તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. હવે ઉર્વશીએ આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, તેને પસંદ નથી કે કોઈ તેની સરનેમ બગાડે.
મેચ દરમિયાન ઉર્વશી રૌતેલાએ આપી ધમકી!
આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ IPL દરમિયાન કહે છે, 'મેરે સાથ હૈ. અમે ઉર્વશી રોતૌલાને છોડીશું નહીં. ભાઈ મારી સામે જુઓ. હું ઝેર ખાઈ લઈશ.' આ વીડિયોમાં તે વ્યક્તિ રૌતેલાને બદલે રોતૌલા કહે છે. જેને લઈને અભિનેત્રીએ તેને ટોક્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મારું નામની આવી ખોટી રીતે બૂમ પાડવાનું બંધ કરો. મારું લાસ્ટ નામ મારા માટે ખૂબ મહત્વનું છે. આ શબ્દનો વિશેષ અર્થ છે અને પાવર છે. આ મને બિલકુલ ગમ્યું નથી.
View this post on Instagram
ઉર્વશીના ફેન્સ આવ્યા સમર્થનમાં
આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ ઉર્વશી રૌતેલાના સમર્થનમાં આવ્યા હતા. ચાહકોએ કહ્યું હતું કે, આવી ધમકી આપવી બિલકુલ અયોગ્ય છે. આજે તેઓ જે કંઈ પણ છે, તેઓ પોતાના દમ પર છે. જ્યારે આ મામલે અન્ય એક યુઝરે લખ્યું હતું કે- કૃપા કરીને ઉર્વશી જી. આવા લોકો પર ધ્યાન આપવાનું બંધ કરો. અમને તમારા પર ગર્વ છે. તો કેટલાક લોકોએ ઋષભ પંતને પણ ટોણો માર્યો હતો.
ઉર્વશી રૌતેલાની ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત IPL 2023માં નથી રમી રહ્યો. થોડા સમય પહેલા તેનો ભયાનક કાર અકસ્માત થયો હતો, જેના કારણે તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતો. તે હજી ઈજામાંથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'એજન્ટ'માં સ્પેશિયલ અપિયરન્સ આપતી જોવા મળી હતી. આ ઉપરાંત તે તે ટૂંક સમયમાં મોહન ભારદ્વાજની ફિલ્મ 'બ્લેક રોઝ'માં જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)