Vaishali Thakkar Death: મોત બાદ વાયરલ થઇ રહી છે વૈશાલી અને સુશાંતની આ તસવીર, એક્ટરના મોતને બતાવી હતી હત્યા
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી છે
Vaishali Thakkar Sushant Singh Rajput: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી છે. વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.
Vaishali Thakkar TV actress found dead in her hometown Indore. Sources say they found a Suicide note
— Shwetzzz 🇮🇳 (Satyagrah4SSR #InsaafSSR)🇮🇳 (@SushantMH4747) October 16, 2022
Vaishali was a close friend of our Gulshan too What an unfortunate Sunday again to receive this sad news,bt nw both buddies are together there up in heaven
RIP My beautiful Souls pic.twitter.com/zfvACVcroe
દરમિયાન, વૈશાલી ઠક્કરના નિધન બાદ તેની અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વૈશાલી અને સુશાંત એકબીજાના ઘણા સારા મિત્રો માનવામાં આવતા હતા.
સુશાંતના મોત પર વૈશાલી ઠક્કરે આપ્યું હતું આ નિવેદન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઘણો હોબાળો થયો હતો. તે દરમિયાન વૈશાલી ઠક્કરે સુશાંતના મૃત્યુ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. હકીકતમાં, સુશાંતના મૃત્યુ સમયે 'સ્પોટ બોય'ને વૈશાલી ઠક્કરે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં વૈશાલી ઠક્કરે સુશાંતનું મૃત્યુ હત્યા કે આત્મહત્યા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
તેના પર વૈશાલીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે જે વ્યક્તિ હંમેશા કોઈનો જીવ બચાવવા માટે તૈયાર રહે છે તે આટલી સરળતાથી મોતને ભેટી શકે છે. મને બિલકુલ વિશ્વાસ નહોતો થતો કે સુશાંત સિંહ રાજપૂત જેવો વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. સુશાંતના મૃત્યુ બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. એ ફોટા મારી પાસે પણ આવ્યા પણ મારામાં એ જોવાની હિંમત નહોતી. પરંતુ જ્યારે ચર્ચાએ જોર પકડ્યું કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેના શરીર પર ઈજાના નિશાન છે ત્યારે મેં તે ફોટા જોયા અને મને આ બધું હત્યા જેવું લાગ્યું હતું.
Om Shanti Om 🙏
— Venki (@Venki_SSR) October 16, 2022
May your soul rest in peace.
I curse all those who wronged you.#VaishaliThakkar pic.twitter.com/lXjikyTVOs
સુશાંત અને વૈશાલી સારા મિત્રો હતા
સ્પોટ બોય મેગેઝીનના રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે વૈશાલી ઠક્કર અને સુશાંત સિંહ રાજપૂત ઘણા સારા મિત્રો હતા. ઇન્ટરવ્યુમાં વૈશાલીએ એ પણ જણાવ્યું હતું કે તે સુશાંત સિંહ રાજપૂતને એક પ્રોડક્શન હાઉસમાં મળી હતી. જે બાદ બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરતા હતા. આ રીતે સુશાંત અને વૈશાલીની મિત્રતા શરૂ થઈ. વૈશાલીએ કહ્યું હતું કે સુશાંત હંમેશા દરેક પરિસ્થિતિમાં તેના માટે ઊભો રહ્યો. સુશાંતના મૃત્યુ બાદ વૈશાલી ઠક્કર 2-3 દિવસ સુધી રડતી રહી હતી.