શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનના કારણે ત્રણ અઠવાડિયાથી પોતાના ફાર્મહાઉસમાં ફસાયો છે આ એક્ટર, ઇન્સ્ટા પર શેર કર્યુ દર્દ
સલમાન ખાને ઇન્ટાગ્રામ પર શેર કરતા કહ્યું કે મેં ત્રણ અઠવાડિયાથી મારા પિતાને નથી જોયા
મુંબઇઃ દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનના કારણે ઘણા લોકો ફસાઇ ગયા છે, સરકારે આ બધાને જ્યાં છો ત્યાં રહેવાની અપીલ કરી છે, લોકોના ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરી છે, હવે આ બધાની વચ્ચે બૉલીવુડના સ્ટાર એક્ટર સલમાન ખાને પોતાનુ દર્દ શેર કર્યુ છે.
સલમાન ખાને ઇન્ટાગ્રામ પર શેર કરતા કહ્યું કે મેં ત્રણ અઠવાડિયાથી મારા પિતાને નથી જોયા. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન હાલ પોતાના ફાર્મહાઉસમાં ફસાયો છે અને પિતા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં છે.
સલમાન ખાને શેર કરેલા વીડિયોમાં, સલમાનની સાથે તેના ભત્રીજા અને સોહેલ ખાનનો દીકરો નિર્વાણ દેખાઇ રહ્યો છે. સલમાન ખાન કહે છે કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે પોતાના ફાર્મહાઉસમાં ફસાયો છે. તેમના પિતા ઘરમાં એકલા છે. તેને પોતાના પિતાને નથી જોયા, અને નિર્વાણને પણ પોતાના પિતાને જોયે ત્રણ અઠવાડિયા થઇ ગયા છે. પણ તે કોરોનાના ડરના કારણે ક્યાંય બહાર નથી થઇ શકતાં.
વીડિયોમાં સલમાન ખાન અને નિર્વાણ લોકોને કહે છે- જો ડર ગયા વો મર ગયા. હાલના સમયે આ કહેવતને પોતાની જિંદગીમાં લાગુ કરવી યોગ્ય છે. અમે બહાદુરીથી કહીએ છીએ અમે ડરી ગયા છીએ. અત્યારે જે ડરી ગયો સમજો બચી ગયો, અને બીજાને પણ બચાવ્યા.
ખાસ વાત છે કે, હાલ કોરોના વાયરસના કારણે ફિલ્મોનુ શૂટિંગ સ્થગિત છે. સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં રહે છે, જ્યારે પિતા સલીમ ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ પર એકલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement