શોધખોળ કરો
Advertisement
તલાક બાદ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ લગાવ્યો સનસનીખેજ આરોપ, બોલી- સાસરીવાળા મને.......
નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ સાસરીયા વિરુદ્ધ સનસનીખેજ ખુલાસો કર્યો છે, તેને શારીરિક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે, આલિયાએ કહ્યું કે, સાસરીવાળા મને મારે છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ઘરેલુ જિંદગી બરાબર નથી ચાલી રહી, પહેલા પત્નીએ તેનાથી છુટકારો મેળવવા તલાકની અરજી કરી અને નોટિસ ફટકારી હતી. હવે તેને નવાઝુદ્દીનના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. આલિયાએ પોતાના સાસરીવાળાઓ પર મારપીટ અને શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીએ સાસરીયા વિરુદ્ધ સનસનીખેજ ખુલાસો કર્યો છે, તેને શારીરિક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે, આલિયાએ કહ્યું કે, સાસરીવાળા મને મારે છે, નવાઝુદ્દીનના ભાઇ તેને મારતા હતા. જોકે તેને એ વાત જરૂર સ્વિકારી કે નવાઝુદ્દીને તેને ક્યારેય નથી મારી.
આલિયા સિદ્દીકીએ કહ્યું કે તેને શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ અને પરેશાનીમાંથી પસાર થવુ પડ્યુ, તાજેતરમાં જ આલિયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની પ્રાઇવેટ લાઇફની કેટલીક વાતોનો ખુલાસો કર્યો હતો.
આલિયાએ નવાઝુદ્દીનની પહેલી પત્ની વિશે પણ વાત કરી, તેને કહ્યું તેની પહેલી પત્નીએ પણ મારપીટના કારણે તેને છોડી દીધો હતો. તેના પરિવાર વિરુદ્ધ લગભગ 7 કેસો નોંધાયેલા છે. હવે તેમની પાસે મારી તલાક માંગવુ પાંચવુ છે. નવાઝુદ્દીન સિદ્દીકી વિશે આલિયાએ કહ્યું- ભલે નવાઝુદ્દીન મારા પર હાથ નથી ઉઠાવતા, પણ મને બૂમો પાડીને અને ખોટી તકરાર કરતા હતા.
તેને કહ્યું નવાઝુદ્દીનની માં, ભાઇ અમારી સાથે મુંબઇમાં રહેતા હતા, એટલા માટે હું કેટલાય વર્ષોથી ઝીલી રહી હતી. અમારા લગ્નમાં સમસ્યાઓ ઘણી પહેલાથી જ ઉભી થઇ ગઇ હતી. મારા લગ્ન થયા તે પછી બધુ બગડવાનુ શરૂ થઇ ગયુ હતુ. મેં કેસ સૉલ્વ કરવાની કોશિશ કરી પણ ના છુટકે મારે આ નિર્ણય લેવો પડ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement