શોધખોળ કરો
Advertisement
Chennai Express ના પ્રોડ્યૂસરની દીકરીને થયો કોરોના વાયરસ, મુંબઈની હોસ્પિટલમાં કરાઈ એડમિટ, પરિવાર Quarantineમાં
કરીમ મોરાની શાહરૂખ ખાનના નજીકના મિત્ર છે અને ચેન્નઈ એક્સપ્રેસની સાથે શાહરૂખ ખાનની દિલવાલે, હેપ્પી ન્યૂ યર અને રા વન પ્રોડ્યૂસ કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચેન્નઈ એક્સપ્રેસના પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાનીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ કરીમ મોરાનીએ આપી છે.
રિપોર્ટ પ્રમાણે શજામોરાની હાલ મુંબઈની એક હોસ્પિટલમાં છે. જ્યારે પરિવારના સભ્યો કરોન્ટાઈનમાં છે અને જલદી તેમનો કોરોના વાયરસ ટેસ્ટ થઈ શકે છે.
કરીમ મોરાની શાહરૂખ ખાનના નજીકના મિત્ર છે અને ચેન્નઈ એક્સપ્રેસની સાથે શાહરૂખ ખાનની દિલવાલે, હેપ્પી ન્યૂ યર અને રા વન પ્રોડ્યૂસ કરી છે. શજા મોરાને ઓલવેઝ કભી કભી અને હેપ્પી ન્યૂ યરમાં અસિસ્ટન્ટ ડાયરેકટરની ભૂમિકા ભજવી છે.
હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3500થી વધારે છે, જ્યારે 80થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 270થી વધારે લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોનાના કહેરને જોતાં પીએમ મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement