શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના કયા જાણીતા પ્રોડ્યુસરની બન્ને પુત્રીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, નામ જાણીને નવાઈ લાગશે?
આ જૂહુનો પહેલો પોઝિટિવ કેસ માનવામાં આવે છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. તેમના ઘરને પુરી રીતે સીલ કરી દેવામાં આવ્યું છે.
મુંબઈ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેરા ચાલી રહ્યો છે ત્યારે બોલીવૂડના પ્રખ્યાત પ્રોડ્યૂસર કરીમ મોરાનીની પુત્રી શજા મોરાનીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તેના ભાઈ સહિતના સભ્યોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તમામનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેની બીજી દીકરી પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આ વાતની જાણકારી ખુદ કરીમ મોરાનીએ આપી છે. જોયા અને તેમની બહેન શજાને હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. બન્ને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.
કરીમની બન્ને દીકરીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામ લોકોને આંચકો લાગ્યો છે. કરીમે જણાવ્યું હતું કે, શજામાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા છતાં પણ તે કોરોના પોઝિટિવ નિકળી. તો જોઆમાં લક્ષણો જોવા મળ્યા હતા અને તપાસમાં તે પોઝિટિવ આવી હતી.
કરીમ પોતાના પરિવાર સાથે મૂંબઈના જૂહુ વિસ્તારમાં રહે છે. જ્યાં બીજા ઘણાં બોલીવૂડ સ્ટાર રહે છે. આ જૂહુનો પહેલો પોઝિટિવ કેસ માનવામાં આવે છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. તેમના ઘરને પુરી રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. જે બિલ્ડિંગમાં મોરાની પરિવાર રહે છે આખી બિલ્ડિંગને સીલ કરી દેવામા આવી છે. મોરાનીએ શાહરૂખખાનની રા વન અને એન્નઈ એક્સપ્રેસ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion