શોધખોળ કરો
Advertisement
Coronavirus: સિંગર કનિકા કપૂર પર લખનઉના DMએ FIR દાખલ કરવા આપ્યો આદેશ
થોડાક સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી અને બે હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં સામેલ થઈ હતી. તેમાં અનેક મોટા નેતાઓથી લઈ IAS અધિકારીઓ પણ સામેલ હતા. તે દરિમયાન કનિકા કોરોના પોઝિટિવ મળી આવી છે.
નવી દિલ્હી: બૉલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસથી ઝપેટમાં આવી ગઈ છે. હવે તેના પર એફઆઈઆર દાખલ કરવા લખનઉના ડીએમએ આદેશ આપ્યો છે. જો કે કનિકા પર કઈ કઈ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ જાણકારી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, લંડનથી પરત આવેલી કોનિકાનો કોરોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે અને તેમણે આ દરમિયાન કેટલીક પાર્ટીઓમાં હાજરી આપી હતી.
મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે કનિકા કપૂરે જે પાર્ટી અટેન્ડ કરી હતી તે તમામ પાર્ટીઓની તપાસનો આદેશ આપ્યો છે. લખનઉ જિલ્લા અધિકારીને તપાસ કરી રિપોર્ટ 24 કલાકમાં આપવા આદેશ કર્યો છે.
થોડાક સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી અને બે હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં સામેલ થઈ હતી. તેમાં અનેક મોટા નેતાઓથી લઈ IAS અધિકારીઓ પણ સામેલ હતા. તે દરિમયાન કનિકા કોરોના પોઝિટિવ મળી આવી છે.
કનિકા પર બેદરકારી રાખવા અને ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે, કનિકાએ એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કોઈ પણ મોટી પાર્ટીમાં સામે થઈ હોવાનો ઈનકાર કરી દીધો, પરંતુ પાર્ટીની તસવીરો સામે આવી છે. જે અલગજ સચ્ચાઈ દર્શાવી રહી છે.
કનિકા કપૂર વાયરસથી ચેપગ્રસ્ત હોવાની પુષ્ટી થયા બાદ રાજસ્થાના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના પુત્ર દુષ્યંત સિંહે પોતાને આઈસોલેસનમાં રાખી દીધાં છે. વાસ્તવામાં આ બન્ને નેતા લખનઉમાં એક પાર્ટીમાં ગયા હતા. જ્યાં કનિકા કપૂર પણ હાજર હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion