શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ફરી આવવા માંગે છે દયાભાભી? જાણો કેમ
ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદી હાલમાં પરિવાર સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહ્યા છે. આ સમય દરમિયાન દિશા વાકાણી એટલે દયાભાભીએ અસિત મોદીના નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસનો શોમાં પરત આવવા માટે સંપર્ક કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદી હાલમાં પરિવાર સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહ્યા છે. આ સમય દરમિયાન દિશા વાકાણી એટલે દયાભાભીએ અસિત મોદીના નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસનો શોમાં પરત આવવા માટે સંપર્ક કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2017થી દિશા વાકાણી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળતી નથી.
દિશા વાકાણી આ સીરિયલમાં પરત આવવા માંગે છે. નોંધનીય છે કે, દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનીટી લીવ પર છે. પ્રોડ્યૂસર તથા સીરિયલના મેકર્સે દિશા વાકાણીની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પરંતુ દિશાએ શોમાં પરત ફરવાને લઈ કોઈ જવાબ આપ્યો નહોતો.
અંતે અસિત મોદીએ દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે, જો આ 30 દિવસની અંદર દિશા વાકાણી પરત નહીં આવે તો નવા દયાભાભીના ઓડિશન શરૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. અસિત મોદીએ નવા દયાભાભીના ઓડિશન પણ શરૂ કરી દીધા છે.
સૂત્રો પ્રમાણે, દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. દિશાએ પ્રોડ્યૂસર્સ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અસિત મોદી 18-19 મેના રોજ લંડનથી પરત આવવાના છે. અસિત મોદી લંડનથી આવ્યા બાદ દિશા વાકાણીને મળશે તેવું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement