શોધખોળ કરો
'છપાક' બાદ આ હોલીવૂડ ફિલ્મની રીમેકમાં જોવા મળશે દીપિકા, ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં
દીપિકા હોલિવૂડ ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં કામ કરશે. દીપિકાની સાથે અભિનેતા રીષિ કપૂર પણ જોવા મળશે.
!['છપાક' બાદ આ હોલીવૂડ ફિલ્મની રીમેકમાં જોવા મળશે દીપિકા, ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં Deepika Padukone and rishi Kapoor To Co Star in the Interns hindi remake 'છપાક' બાદ આ હોલીવૂડ ફિલ્મની રીમેકમાં જોવા મળશે દીપિકા, ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28022551/deepika-padukone.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: દીપિકા હોલિવૂડ ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં કામ કરશે. દીપિકાની સાથે અભિનેતા રીષિ કપૂર પણ જોવા મળશે. બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણે પોતાની આગામી ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયામાં પર કરી છે.
હોલિવૂડ ફિલ્મમાં એની હેથવેએ જે રોલ કર્યો હતો, તે દીપિકા પ્લે કરશે. રોબર્ટ ડી નીરોનો રોલ રીષિ કપૂર પ્લે કરશે. દીપિકાએ ટ્વિટર કર્યું કે ધ ઈન્ટર્નના ઈન્ડિયન એડોપ્શનને લઈ ઉત્સાહી છે. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે. આ ફિલ્મને દીપિકા પાદુકોણ, વોર્નર્સ બ્રધર્સ તથા એઝુર બેનર્સ પ્રોડ્યૂસ કરશે.
હોલિવૂડ ફિલ્મ 'ધ ઈન્ટર્ન'માં 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ રિટાયરમેન્ટ બાદ એક ઓનલાઈન ફેશન વેબસાઈટમાં ઈન્ટર્નશિપ માટે જાય છે. કંપનીના માલિકના રોલમાં એની હેથવે હતી. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી દીપિકાની ફિલ્મ 'છપાક'એ 34.03 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટના મતે, દીપિકાની આ ફિલ્મે અપેક્ષા પ્રમાણે કમાણી કરી નથી.Thrilled to present my next!🎞 The Indian adaptation of #TheIntern A 2021 release! Presented by @_KaProductions @warnerbrosindia and @iAmAzure See you at the movies!@chintskap pic.twitter.com/c3Fmr2H7GD
— Deepika Padukone (@deepikapadukone) January 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)