તેણે કહ્યું, રાધિકા આપ્ટેએ પણ આ વર્ષે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. તે આઈએમડીબીની વર્ષ 2018ની ટોચની ભારતીય ફિલ્મ ‘અંધાધૂન’ (યાદીમાં પ્રથમ સ્થાન) અને ‘પેડમેન’ (યાદીમાં છઠ્ઠું સ્થાન)માં જોવા મળી છે. જ્યારે અક્ષય કુમારને આ યાદીમાં 10મું સ્થાન મળ્યું છે.
2/3
સુપરસ્ટાર શાહરૂખ ખાન આ યાદીમાં બીજા સ્થાન પર છે. ત્યાર બાદ આમિર ખાન, ઐશ્વર્યા રાય, સલમાન ખાન, કૈટરીના કૈફ, કુબ્રા સૈત, ઇરફાન ખાન, રાધિકા આપ્ટે અને અક્ષય કુમારનું નામ છે. આઈએમડીબીની ઇન્ટરનેશનલ પ્રમુખ નેહા ગુરેજાએ કહ્યું કે, આ વર્ષની ફિલ્મ પદ્માવતમાં દીપિકા પાદુકોણના શાનદાર પ્રદર્શનને કારણે તે ભારતીય ફિલ્મ ઉદ્યોગના ટોચના સ્ટીરની યાદીમાં પ્રથમ સ્થાને છે.
3/3
મુંબઈઃ વૈશ્વિક ફિલ્મ વેબસાઈટ આઈએમડીબી અનુસાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણે વર્ષ 2018માં માત્ર એક ફિલ્મ કરવા છતાં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચની સ્ટાર તરીકે શાહરૂખનને પણ પાછળ છોડી દીધો છે. એક નિવેદન અનુસાર, આઈએમડીબીએ મંગળવારે ભારતીય ફિલ્મ ઉદ્યોગના ટોચના 10 સ્ટારની યાદી બહાર પાડી છે. આ યાદી આઈએમડીબી પ્રો સ્ટાર મીટર રેન્કિંગનો ઉપયોગ કરીને જારી કરવામાં આવી છે, જે આ મંચ પર 25 કરોડ માસિક વિઝિટર્સના વાસ્તવિક પેજ વ્યૂઝ પર આધારિત છે.