શોધખોળ કરો
દીપિકાની JNU મુલાકાત પર ભડક્યો આ ભારતીય ક્રિકેટર, કહ્યું- રેપ પીડિતાના પરિવારને પણ.....
દીપિકાના આ કૃત્ય બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાકતેના સમર્થનમાં જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાકથી વધારે JNU પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. ત્યારે ક્રિકેટરથીરાજનેતા બનેલા દિલ્હીના ધારાસભ્ય ગૌતમ ગંભીરે દીપિકા પાદુકોણને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગંભીરે દીપિકા પાદુકોમ પર કટાક્ષ કરતાં કહ્યું કે, વિરોધ પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓ સાથે ઉભા રહેવાથી સારું છે કે તે રેપ પીડિતાના પરિવારને પણ મળી હોત તો વધારે સારું રહ્યું હોત.
ગૌતમ ગંભીરે આ પહેલા પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, અંતે ભારતની દીકરીને ન્યાય મળી ગયો. દીપિકા આ પહેલા મંગળવારે જેએનયૂ કેમ્પસમાં પહોંચી હતી. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓની સાથે તે જોવા મળી હતી જ્યાં તે ઘાયલ વિદ્યાર્થી નેતા આઈશી ઘોષને પણ ળી હતી. આ સમયે ત્યાં સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર દીપિકાની સામે આઝાદીના નારા લગાવતા જોવા મળ્યો હતો. જોકે JNU કેમ્પસમાં હાજર રહ્યા દરમિયાન દીપિકાએ કોઈ નિવેદન આપ્યું નહોતું.
દીપિકાના આ કૃત્ય બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાકતેના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. જોત જોતામાં સોશિયલ મીડિયા #isupportdeepika અને #boycottdeepika જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. દીપિકાના જેએનયૂ જવા પર કેટલાક લોકોનું માનવું છે કે, દીપિકાએ આવું પોતાની ફિલ્મ છપાકના પ્રમોશન માટે કર્યું હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement