શોધખોળ કરો
Advertisement
લગ્નના 11 વર્ષ બાદ બોલિવૂડની આ એક્ટ્રેસ લેશે છૂટાછેડા, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
દિયાએ ઓક્ટોબર 2014માં સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને 11 વર્ષના લગ્નજવીનનો અંત આણવાનો નિર્ણય કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરતાં જાહેરાત કરી કે તે પતિ સાહિલ સંધાથી અલગ થઈ રહી છે. દિયા મિર્ઝા અને સાહિલ અંદાજે 11 વર્ષતી સાથે છે. દિયા મિર્ઝાએ પોસ્ટ કરતા કહ્યું કે આ નિર્ણય તેણે અને સાહિલે એકબીજાની સહમતીથી કર્યો છે.
દિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કહ્યું કે, બંને સહમતિથી છૂટા પડી રહ્યા છે. દિયાએ લખ્યું, “11 વર્ષ સુધી એકબીજા સાથે જિંદગી જીવ્યા બાદ અમે પરસ્પર સંમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. અમે હંમેશા એકબીજાના મિત્રો બનીને રહીશું. એકબીજાને પ્રેમ અને સન્માન આપીશું. અમારી જિંદગીના રસ્તા અલગ થઈ ગયા છે પરંતુ અમે સાથે વિતાવેલા વર્ષો ખૂબ સારા હતા. જેના માટે અમે આભારી રહીશું. અમને સમજવા માટે અમારા પરિવાર અને મિત્રોનો આભાર.” જણાવી દઈએ કે, દિયાએ ઓક્ટોબર 2014માં સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને બિઝનેસ પાર્ટનર હતા. દિયા એક્ટર, મોડલ અને પ્રોડ્યુસર છે. વર્ષ 2000માં મિસ એશિયા પેસેફિક રહી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement