Comeback: 33 વર્ષ બાદ ટીવી પર પાછી આવી રહી છે આ એક્ટ્રેસ, એક જ સીરિયલથી બની ગઇ હતી પૉપ્યૂલર....
દીપિકા ચીખલિયા 33 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. એક્ટ્રેસ ધરતીપુત્ર નંદિની નામનો શૉ કરી રહી છે. શૉનું શૂટિંગ અત્યારે શરૂ થઈ ચૂક્યુ છે
Dipika Chikhlia Comeback: ટીવીની જાણીતી એક્ટ્રેસ દીપિકા ચીખલિયાના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. દીપિકા ચીખલિયા હવે ફરી એકવાર નાના પડદા પર કમબેક કરી રહી છે. દીપિકા ચીખલિયાને કોણ નથી ઓળખતું. રામાનંદ સાગરના શૉ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવ્યા બાદ ઘરે-ઘરે જાણીતી થઇ ગઈ હતી. આ શૉએ તેને એટલી બધી પ્રસિદ્ધિ અપાવી કે લોકો આજે પણ તેને સીતાના રૉલ માટે જ ઓળખે છે. છેલ્લીવાર દીપિકા ચીખલિયા 1990ના શૉ 'ધ સ્વૉર્ડ ઓફ ટીપુ સુલતાન'માં જોવા મળી હતી. હવે 33 વર્ષ બાદ અભિનેત્રી ફરી એકવાર નાના પડદા પર એન્ટ્રી મારી રહી છે.
દીપિકા ચીખલિયાનું કમબેક -
દીપિકા ચીખલિયા 33 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. એક્ટ્રેસ ધરતીપુત્ર નંદિની નામનો શૉ કરી રહી છે. શૉનું શૂટિંગ અત્યારે શરૂ થઈ ચૂક્યુ છે. આ અંગેની માહિતી તેને ખુદ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
દીપિકા ચીખલિયાએ શૉના સેટ પરથી કેટલીય તસવીરો શેર કરી છે. આ ફોટા સીરિયલના મુહૂર્તના સમયના છે. તેને સેટ પર બનેલા મંદિરનો ફોટો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ શૉની નિર્માતા દીપિકા પોતે જ છે.
View this post on Instagram
દીપિકા ચીખલિયાનું વર્કફ્રન્ટ
ઉલ્લેખનીય છે કે, દીપિકા ચીખલિયા લાંબા સમય બાદ હિન્દી ટીવી શૉમાં જોવા મળશે. જોકે તે ફિલ્મો અને પ્રાદેશિક ભાષાના શૉમાં કામ કરતી જોવા મળી છે. તેને 2017માં કલર્સ ગુજરાતી પર છૂટાછેડા શૉ કર્યો હતો. તે આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા, ગાલિબ, નટસમ્રાટ (ગુજરાતી) જેવી બીજી કેટલીય ફિલ્મોમાં જોવા મળી છે. દીપિકા ચીખલિયા ફ્રિડમ ફાઈટર સરોજિની નાયડુની બાયૉપિકમાં પણ જોવા મળશે. તેને સરોજિની નાયડુનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો હતો.
કોણી સાથે થયા છે દીપિકા ચીખલિયાના લગ્ન ?
પર્સનલ લાઇફની વાત કરીએ તો દીપિકા ચીખલિયા 23 નવેમ્બર 1991ના દિવસે લગ્નના બંધનમાં બંધાઈ હતી. તેને હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી દંપતીને બે દીકરીઓ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram