(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નને થયું એક સપ્તાહ, કપલે આવા અંદાજમાં કર્યું સેલિબ્રેશન, જુઓ વીડિયો
રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નને એક સપ્તાહ થઇ ગયું છે. આ અવસરે રાહુલ અને દિશાએ અનોખી રીતે સેલિબ્રેટ કર્યું, જુઓ વીડિયો
રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નને એક સપ્તાહ થઇ ગયું છે. આ અવસરે રાહુલ અને દિશાએ અનોખી રીતે સેલિબ્રેટ કર્યું. જુઓ વીડિયો
રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નને એક સપ્તાહ પૂરૂ થયું. આ અવસરે રાહુલ અને દિશાએ એક કેક કાપી.જેમાં તેમના નજીકના મિત્રો અને પરિવાર સામેલ થયા હતા. સેલિબ્રેશનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બિગ બોસ-14 ફેમ, સિંગર રાહુલ વૈદ્ય તેમજ દિશા પરમારના લગ્નને એક અઠવાડિયું પુરું થયું. 16 જુલાઇએ તેમના લગ્ન થયા હતા. ત્રણ દિવસ સુધી ગ્રાન્ડ વેડિંગ સેરેમની ચાલી હતી. દિશા અને રાહુલ પતિ પત્ની બન્યા બાદ દરેક પલને એન્જોય કરી રહ્યાં છે. તેમને દરેક ઇવેન્ટને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રિંગ સેરેમનીથી માંડીને ફેરા અને ગૃહપ્રવેશની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં હતા. ફેન્સ તેમના વીડિયો અને ફોટો જોઇને તેમના સુખી લગ્ન જીવન માટે વિશ કરી રહ્યાં છે.
ફેન્સની સાથે દિશા અને રાહુલના નજીકના મિત્રો અને પરિવાર તેમના બંનેના આ ખાસ પળોને વધુ યાદગાર બનાવવા માટે તેમની મદદ કરી રહ્યાં છે. રાહુલ અને દિશાના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, બંનેના લગ્નને એક સપ્તાહ પૂર્ણ થતાં બંનેએ પળને પણ વધાવી હતી. બંનેએ મિત્રો અને પરિવારની હાજરીમાં કેક કાપીને આ અવસરને સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. રાહુલે સોન્ગ ગાઇને અનોખા અંદાજ સાથે મેરિડ વીકને સેલિબ્રેટ કર્યું હતું.
View this post on Instagram
ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું સેલિબ્રેશન
રાહુલ અને દિશાના લગ્નના રિત રિવાજ અને વિધિ વિધાન ત્રણ દિવસ સુધી ચાલ્યાં હતા. 14 જુલાઇએ મહેંદી હતી. 16 જુલાઇ લગ્ન અને રિસેપ્શન હતું. ત્યારબાદ 15 જુલાએ સંગીત સેરેમની હતી. જેમાં રાહુલ અને દિશાએ સોલો અને સાથે ડાન્સ કર્યો હતો.