શોધખોળ કરો
Advertisement
ટાઇગર શ્રોફને ડેટ કરવા પર બોલી દિશા પટની- ‘ઘણાં વર્ષોથી ટ્રાઈ કરું છું પણ....’
દિશા પટનીએ પોતાની આગામી ફિલ્મ મલંગના પ્રમોશનમાં ફિલ્મ એક્ટર આદિત્ય રોય કપૂરની સાથે વ્યસ્ત છે.
નવી દિલ્હીઃ છેલ્લાં ઘણાં સમયથી દિશા પટની અને ટાઈગર શ્રોફ ડેટિંગની અફવાઓને લઈને સતત ચર્ચામાં રહે છે. હવે એક ઇન્ટરવ્યૂમાં સવાલોના જવાબ આપતા દિશાએ ટાઈગર શ્રોફ સાથે પોતાની ડેટિંગની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. દિશા પટનીએ કહ્યું કે, તે ઘણાં વર્ષોથી ટાઈગર સાથે ડેટ માટે ટ્રાઈ કરી રહી હતી પણ મેળ જ પડતો ન હતો.
દિશા પટનીએ પોતાની આગામી ફિલ્મ મલંગના પ્રમોશનમાં ફિલ્મ એક્ટર આદિત્ય રોય કપૂરની સાથે વ્યસ્ત છે. દિશા પટની ફિલ્મ બાગી 2ના કો સ્ટાર ટાઈગર શ્રોફની સાથે પોતાની ડેટિંગની અફવાઓને લઇને સતત ચર્ચામાં રહે છે. બન્ને એક સાથે ડિનર ડેટ પર ઘણી વખત જોવા મળ્યા છે.
ટાઈગર શ્રોફ વિશે જ્યારે દિશા બોલતી હતી ત્યારે જ વચ્ચે જ આદિત્ય બોલ્યો કે, શું ખરેખર તું ટાઈગર માટે મહેનત કરે છે? તો દિશાએ જવાબ આપ્યો કે, હા તેના માટે કંઈક સારો આઈડિયા આપો. ટાઈગર ખુબ ધીમી ગતિનો માણસ છે. તે મારી ભાવનાને ક્યારેય ન સમજી શક્યો. મેં તેને ઈમ્પ્રેસ કરવા માટે ઘણું કર્યું. જેમ કે, જિમ્નાસ્ટિક શીખ્યું. એક ફિલ્મમાં રીંગ સ્ટંટ પણ કર્યું. તેમ છતાં તે મારાથી આકર્ષિત ન થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement