શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનની ફિલ્મ રાધેમાં દિશા નિભાવશે જૈકી શ્રોફની નાની બહેનનો રોલ, થયો ખુલાસો
ફિલ્મ ભારતમાં સલમાન, દિશા અને જૈકીએ સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ હવે ફરી ત્રણેય રાધેમાં કામ કરી રહ્યા છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ની રાહ ફિલ્મ ઉદ્યોગ સહિત દર્શકો પણ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટાની જોવા મળશે. જ્યારે હવે જે અહેવાલ સામે આવ્યા છે તે અનુસાર દિશા જૈકી શ્રોફની નાની બહેનની ભૂમિકા ફિલ્મમાં ભજવશે.
ફિલ્મ ભારતમાં સલમાન, દિશા અને જૈકીએ સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ હવે ફરી ત્રણેય રાધેમાં કામ કરી રહ્યા છે. જોકે, ફિલ્મ ભારતમાં ત્રણેયનો એક પણ સીન સાથે ન હતો. પરંતુ ફિલ્મી સૂત્રો અનુસાર રાધેમાં ત્રણમાંથી એક સાથે સીન કરતાં જોવા મળશે. ફિલ્મ રાધે માં દિશા જૈકીની નાની બહેનની ભૂમિકા ભજવી રહ્યા છે.
તમને જણાવીએ કે, રાધેમાં દિશા, જેકી સલમાન ઉપરાંત રણદીપ હુડ્ડા, ઝરીના વહાબ પણ જોવા મળશે. કહેવાય છે કે, આ વર્ષે ઈદ પર ફિલ્મ રિલીઝ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મના રાઈટ્સને 230 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. તેને ખરીદનાર ઝી સ્ટૂડિયો છે. ઝી સ્ટૂડિયોએ સેટેલાઈ, થિયેટર્સ સહિત ડિજીટલ માટે રાઈટ્સ ખરીદ્યા છે.
તમને જણાવીએ કે, ફિલ્મ રાધેને સલમાન ખાન, સુહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રી પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement