Watch Video: નશામાં ધૂત રવિના ટંડન કારમાંથી ઉતરી, ભીડે ઘેરી લીધી અને કરી ધક્કામુક્કી, જાણો શું છે મામલો
Raveena Tandon Attacked: રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભીડમાં ફસાયેલી જોવા મળે છે અને નજીકમાં ઉભેલા લોકો તેને ધક્કા મારતા જોવા મળે છે. જાણીએ શું છે મામલો
Raveena Tandon Attacked:બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નશામાં ધૂત જોવા મળી રહી છે. આ વીડિયોમાં લોકો તેને ધક્કો મારી રહ્યા છે અને માર પણ કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર એક યુઝરે પોસ્ટ કર્યો છે. વાસ્તવમાં થયું એવું કે ગઈ કાલે રાત્રે રવિના તેના ડ્રાઈવર સાથે ઘરે જઈ રહી હતી ત્યારે તેની કાર એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી હતી. વૃદ્ધ મહિલા ગુસ્સે થઈ ગઈ અને ડ્રાઈવરને પૂછ્યું કે શું તે તેના ઉપર કાર ચલાવશે. આ પછી વૃદ્ધ મહિલા અને રવિનાના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે રવીના પણ કારમાંથી નીચે ઉતરી ત્યારે વૃદ્ધ મહિલાના પરિવારજનોએ રવીનાને ધક્કો માર્યો અને માર માર્યો. વીડિયોમાં રવિના કહેતી સંભળાય છે - મને સ્પર્શ કરશો નહીં. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પરંતુ કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
Allegations of Assault by #RaveenaTandon & her driver on elderly Woman Incident near Rizvi law college, family Claims that @TandonRaveena was under influence of Alcohol, women have got head injuries, Family is at Khar Police station @MumbaiPolice @CPMumbaiPolice @mieknathshinde pic.twitter.com/eZ0YQxvW3g
— Mohsin shaikh 🇮🇳 (@mohsinofficail) June 1, 2024
લોકોએ રવિના ટંડનને ઘેરી લીધી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પીડિત અને સ્થાનિક લોકો રવીનાને ઘેરીને પોલીસને બોલાવતા જોઈ શકાય છે. પીડિતોમાંથી એકને કહેતા સાંભળી શકાય છે - "તમારે જેલમાં રાત વિતાવવી પડશે. મારા નાકમાંથી લોહી નીકળે છે." રવીનાએ લોકોને વિડિયો રેકોર્ડ ન કરવા વિનંતી કરી અને સ્થાનિક લોકોએ તેના પર હુમલો કર્યો, તે વીડિયોમાં કહેતી સાંભળી શકાય છે - "મને ધક્કો મારશો નહીં. કૃપા કરીને મને મારશો નહીં." આટલું જ નહીં, વીડિયોમાં એક વ્યક્તિ રવિનાને મારવાનું કહેતો સંભળાય છે. થપ્પડના અવાજો પણ આવે છે.
રવિના ટંડનનો વીડિયો વાયરલ
રવિના ટંડનના વાયરલ વીડિયોના અંતે, એક વ્યક્તિ, જેણે પોતાને બાંદ્રાના રહેવાસી મોહમ્મદ તરીકે ઓળખાવ્યો, તે વીડિયોમાં સમગ્ર ઘટનાનું વર્ણન કરતા સાંભળી શકાય છે. તેણે કહ્યું કે તેની માતા, બહેન અને ભત્રીજી રિઝવી કોલેજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રવીનાનો ડ્રાઈવરે એવી બેફામ કાર ચલાવતો હતો કે મારી માતાને ટક્કર મારી બાદ જ્યારે તેણે વિરોધ કર્યો તો ડ્રાઈવરે તેની ભત્રીજી અને તેની માતા પર પણ હુમલો કર્યો. બાદમાં રવિના પણ નશાની હાલતમાં બહાર આવી. મારી માતાને માથામાં ગંભીર ઈજાઓ થઈ. વીડિયોમાં તે એવો પણ દાવો કરી રહ્યો છે કે, તેણે પીડિતો સાથે ખાર પોલીસ સ્ટેશનમાં ચાર કલાક સુધી રાહ જોઈ પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. તેણે કહ્યું- તેઓએ અમને પોલીસ સ્ટેશનની બહાર આ બાબતે સમાધાન કરી લો. જો કે હું આવુ નહિ કરું, હું ન્યાયની માંગ કરું છું.
રિપોર્ટ્સનું માનીએ તો રવિના ટંડનના પતિ અનિલ થડાની પણ ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પીડિતો સાથે વાત કરી પરંતુ તેઓ કેસ નોંધવા પર અડગ રહ્યા. જોકે, બાદમાં બંનેએ ફરિયાદ ન નોંધાવવાનું નક્કી કર્યું અને પોતપોતાના ઘરે ગયા.