સ્ટાર એક્ટરના દીકરાએ ગુપચુપ રીતે ગર્લફ્રેન્ડ સાથે કરી લીધી સગાઇ, લગ્નની તૈયારીઓ શરૂ
રિપોર્ટ છે કે, કરણ દેઓલ અને દ્રિશા લાંબા સમયથી રિલેશનશીપમાં હતા, અનેકવાર બન્નેને પ્રાઇવેટ પ્રૉજેક્ટ પર એકસાથે જોવામાં પણ આવ્યા છે,
મુંબઇઃ આજકાલ બૉલીવુડમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે, હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે એક્ટર સની દેઓલના ઘરમાં લગ્નની તૈયારી શરૂ થઇ ચૂકી છે. સની દેઓલનો પુત્ર કરણ દેઓલ જલદી લગ્ન કરવા જઇ રહ્યો છે, કેમ કે કરણ દેઓલે દાદા ધર્મેન્દ્રની તબિયત બગડતી હોવાની વાતને ધ્યાનમાં રાખીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ સગાઇ કરી લીધી છે. ધર્મેન્દ્રનાં પૌત્ર કરણે સ્વર્ગીય ફિલ્મ નિર્માતા બિમલ રોયની પ્રપૌત્રી દ્રિશા સાથે સગાઇ કરી લીધી છે.
રિપોર્ટ છે કે, કરણ દેઓલ અને દ્રિશા લાંબા સમયથી રિલેશનશીપમાં હતા, અનેકવાર બન્નેને પ્રાઇવેટ પ્રૉજેક્ટ પર એકસાથે જોવામાં પણ આવ્યા છે, બન્નેની તસવીરો પણ વાયરલ થઇ ચૂકી છે. હવે બન્ને બહુ જલદી લગ્ન કરે તેવી પુરેપુરી સંભાવના છે. દાદા ધર્મેન્દ્રની તબિયત બગડવાના કારણે સની દેઓલના ઘરમાં લગ્નની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામા આવી છે.
સની દેઓલનો દીકરો કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસમાં જોવા મળ્યો હતો, આ ફિલ્મ 2019માં ખુદ સની દેઓલે જ ડાયરેક્ટ કરી હતી, જેને ઝી સ્ટુડિયોઝ અને સની સાઉન્ડ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે 84 વર્ષીય એક્ટર ધર્મેન્દ્રને સ્નાયુઓને ખેંચાવના કારણે હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જોકે હાલમાં તે ઘરમાં આરામ કરી રહ્યાં છે. કામની વાત કરીએ તો ધર્મેન્દ્ર પાસે અત્યારે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. હાલ તેઓ 'અપને 2'ને લઈને ખાસ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 'અપને'ની સિક્વલ છે. આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલ, બોબી દેઓલ, ધર્મેન્દ્ર, શિલ્પા શેટ્ટી અને કેટરીના કૈફ જોવા મળ્યા હતા. આ સાથે જ 'અપને 2'માં સની દેઓલ, બોબી દેઓલ, ધર્મેન્દ્ર તેમજ તેનો પૌત્ર કરણ દેઓલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો..........
Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી
Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ
સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે
High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું