શોધખોળ કરો

સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે

વર્ષ 2022માં અત્યાર સુધી ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે જે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવી ચુકી છે.

Bollywood Movies Release: દર્શકો ઘણી ફિલ્મોના બીજા ભાગ એટલે કે સિક્વલની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2022માં અત્યાર સુધી ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે જે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવી ચુકી છે. હવે દર્શકોને સલમાન ખાનની ટાઈગર 3, વરુણ ધવનની બવાલ અને અલ્લુ અર્જુનની પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે. મળતા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મો જોવા માટે દર્શકોએ આવતા વર્ષ સુધી ઈંતજાર કરવો પડશે. રિપોર્ટ્સનું માનીયે તો આ ત્રણેય ફિલ્મો આવતા વર્ષે ધમાલ મચાવતી દેખાશે અને ત્રણેય ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થવાની છે.

વરુણ ધવન અને જાનવી કપૂર ફિલ્મ બવાલમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલાં કરવામાં આવી હતી અને હવે વરુણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બવાલ, આવતા વર્ષે 7 એપ્રિલે રિલીઝ થશે. વરુણની ફિલ્મને ફાયદો થવાનો છે કારણ કે તે લાંબા વિકેન્ડ પર રિલીઝ થવાની છે.

આ ફિલ્મો મે મહિનામાં રિલીઝ થશેઃ
વરુણ ધવન સાથે પ્રભાસની ફિલ્મ સાલર પણ એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે. મે મહિનામાં બોક્સ ઓફિસ પર ધમાકો થશે. રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાનની ટાઈગર 3 મે 2023માં રિલીઝ થશે. તે જ સમયે અલ્લુ અર્જુનની પુષ્પા 2 પણ સલમાનને ટક્કર આપતી જોવા મળશે. ટાઈગર 3 ઈદના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન સાથે કેટરીના કૈફ જોવા મળશે. ટાઈગર 3માં શાહરૂખ ખાન પણ એક કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે.

અલ્લુ અર્જુન પણ આવતા વર્ષે પુષ્પાની સિક્વલ સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતો જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ મે 2023ના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. પુષ્પા 1 પછી, બધા તેના બીજા ભાગ પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget